• જિલ્લાભમાં ગત વર્ષની સરખામણીએ  મગફળી-કપાસનું વાવેતર વધવાની  શકયતા:  આર.એસ. ગોહિલ
  • જામનગર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધુ મગફળીનું  5700 હેક્ટર જેટલું અને કપાસનું 3000 હેક્ટર વાવેતર પૂર્ણશાકભાજી અને ઘાસચારાનું દોઢ સો એકર જેટલું વાવેતર થયું છે.

જામનગર જીલ્લાનું વાવેતર વિસ્તાર સાડા ત્રણ એકરની આસપાસ રહેતો હોય છે.જે પૈકી હાલમાં મગફળીનું  5700 હેક્ટર જેટલું અને કપાસ નું 3000 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે. ઉપરાંત શાકભાજી અને ઘાસચારાનું દોઢ સો એકર જેટલું વાવેતર થયું છે.આગામી વરસાદથી આગળનું વાવેતર પૂર્ણ થશે. તેમજ ખાસ વાત એ છે કે ગયા વર્ષ કરતા મગફળીનું વાવેતર થોડું વધુ થાય તેવી શક્યતાઓ છે. તેમજ હજી વરસાદ થયો ન હોવાથી આગોતરા પાણીવાળા ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર કર્યું છે. બાકીનું વાવેતર વરસાદના આધારે થતું હોય છે. આ ઉપરાંત ખેડૂતે જણાવ્યું હતું કે, 20-25 દિવસથી કપાસનું વાવેતર થઇ ગયું છે અને હજુ કપાસ તેમજ મગફળીનું વાવેતર કરવાનું છે.તેમજ દર વર્ષે 15 થી 20 મણ જેટલું ઉત્પાદન થાય છે. આ વર્ષે મગફળી તેમજ કપાસના પાકનું વધુ વાવેતર વધુ થયું છે.

અબતક સાથેની વાતચિતમાં  જિલ્લા ખેતીવાડી  અધિકારી આર.એસ. ગોહિલએ જણાવ્યું ંહતુ કે જામનગર જિલ્લાના વાવેતરની વાત કરીએ તો વાવેતર વિસ્તાર ચોમાસુ સિઝનમાં સાડાત્રણ લાખ હેકટરની આસનાસ રહે છે. જે  પૈકી આ વર્ષે સિઝનની શરૂઆત થનાર છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ લગભગ મગફળીનું 5700 હેકટર તથા કપાસનું  3600 હેકટર વાવેતર પૂર્ણ થયેલ છે. ઉપરાંત શાકભાજી, ઘાસચારાના પાકોનું દોઢસો  એકર વાવેતર થયું છે. વરસાદ પડશે ત્યારે  સ્ટેપબાઈ સ્ટેપ  વાવેતર થશે. ગત વર્ષની સરખામણીએ મગફળીનું વાવેતર વધશે તો શકયતા છે.  જે ખેડુતોની  પાસે પાણીની સગવડ હોય તેને  મગફળી, કપાસની  વાવણી કરેલ છે.

20-25 દિવસ પહેલા કપાસ-મગફળીનું  કર્યું વાવેતર: નંદા રાજેશભાઈ

દડિયા ગામના ખેડુત અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે 20 થી  25 દિવસ પહેલા કપાસનું વાવેતર કર્યું છે તથા 22 નંબરની મગફળીનું પણ વાવેતર કર્યું છે. આ વર્ષે  મગફળીનું  વાવેતર વધશે તેવું લાગી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.