એસ.ઓ.જી. ટીમે જીઆઈડીસી વિસ્તારમાં  દરોડો પાડી રૂ. 80 હજારનો મુદમાલ કબ્જે

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક ગોદામમાંથી 570 નંગ નશાકારક પીણાં ની બોટલો નો જથ્થો એસ.ઓ.જી. શાખા એ પકડી પાડયો છે, અને વધુ તપાસ આરંભી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખા ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-3 માં હિંગળાજ કોમ્પલેક્ષમાં આવેલા 22 નંબરની દુકાનના ગોદામમાં શંકાસ્પદ નશાકારક પીણાંનો જથ્થો ઉતારવામાં આવ્યો છે,તેવી બાતમી ના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત ગોદામમાંથી સુનિંદ્રા, જેરજેમ, કાલ મેગાસવા, અને હરબી ગોલ્ડ સહિતની જુદી જુદી કંપનીનો 570 નંગ નશાકારક પ્રવાહીની બોટલો નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 80,500 ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, અને જામનગરના પંચકોથી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ એન્ટ્રી દાખલ કરાવી મુદ્દામાલ સુપ્રત કરી દીધો છે.

ઊલેખનિય છે કે સૌરાષ્ટ્રમાં જાણે આયુર્વેદિક સીરપ ના નામે નસાયુક્ત સીરપનું. વેચાણ બેફામ થઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે તેનું કારણ છે કે છેલ્લા એક માસમાં સૌરાષ્ટ્રમાં નશાયુક્ત સીરપ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે તાજેતરમાં જ ખંભાળિયા અને બાબરા માંથી મોટી માત્રામાં નશા યુક્ત સીરપ નો જથ્થો મળ્યો હતો ત્યારબાદ તેના છેડા ફેટ અમદાવાદ સુધી જતા પોલીસ દ્વારા અમદાવાદમાંથી નસાયુક્ત સીરપ ની ફેક્ટરી ઝડપી પાડી હતી. ત્યારબાદ આજે જામનગરમાં ફરી નશાયુક્ત સીરપ મળતા ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળે છે કે એક વર્ષ પહેલા વડોદરા ખાતેથી નશા યુક્ત સીરપ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી અને તે ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે તે જ ફેક્ટરીમાં છે કંપનીનું લેબલ લગાવવામાં આવતું હતું તે જ લેબલની સીરપો હાલ અનેક સ્થળેથી પકડાતા અને ચર્ચાઓ થઈ રહી છે. જેથી જાણવા મળે છે કે સૌરાષ્ટ્રમાં બેફામ નશા યુક્ત સીરપનો વેપલો શરૂ થવા પામ્યા છે. જેથી તેના પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા અને કડક પગલાં લેવા પડે તેવું બનવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.