કોડીનાર તાલુકામાં શિક્ષણબોર્ડના વહીવટી અધિકારીશ્રી કે.પી.પટેલ દ્રારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૫૬૨ બાળકોને શાળામાં પ્રવેશ આપી આવકારવામાં આવ્યા હતા. આંગણવાડીમા-૧૦૦, ધો-૧મા-૨૭૬ અને ધો-૯મા-૧૮૬ બાળકોને શૈક્ષણિક કીટ આપી નામાંકન કરાયું હતું.
શ્રી કે.પી.પટેલે તા.૧૪ જૂન ના રોજ અરણેજ કુમાર, કન્યા, માધ્યમિક શાળા, ઘાંટવડ કુમાર, કન્યા, ડી.ડી.ઝાટકીયા માધ્યમિક શાળા અને સગદડ સીમ શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ તા. ૧૫ જૂન ના રોજ બાવાના પીપળવા પ્રા.શાળા, કડોદરા પ્રા.શાળા અને દામલી પ્રા.શાળામાં બાળકોનું નામાંકન કરાયું હતું. દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું. શાળામાં પરીસરમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે, વિધાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરે. વિધાર્થીઓએ અધુરો અભ્યાસ મુકવો નહિ અને ઉચ્ચ અભ્યાસ કરવો આવશ્યક છે. તેમજ ઓરી-રૂબેલાના વાઈરસથી મુક્ત થવા માટે આ રસીકરણના અભિયાનમાં સહભાગી થવા તેઓએ કહ્યું હતું. આ પ્રસંગે સરપંચશ્રી, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિધાર્થીઓ સહભાગી થયા હતા.