શિક્ષણના સ્તરમાં થતા સુધારા, શહેરીકરણ, કાયદાકીય જાગૃતી અને અર્થતંત્ર જેવા અનેક પરિબળો ને કારણે મહિલા ના સંબંધો ઝડપથી બદલાઈ શક્યા છે. સમાજમાં પરિવર્તનથી મહિલાઓની સ્થિતિમાં પણ સુધારો થયો છે. શિક્ષણે મહિલાઓને બદલી નાખી છે. આજના સમય માં જીવન વધારે ને વધારે કઠીન બની રહ્યુ છે. સ્ત્રીઓ એ પોતાની જાતને તે પ્રદેશ અને સંબંધ પ્રમાણે સમાયોજિત કરવી જોઈએ જેમાં તે છે. તેને જીવનનાં તમામ ક્ષેત્રો, કૌટુંબિક લગ્નજીવન સાથે સમાયોજન સાધવુ પણ ખુબ જરૂરી છે.
ઘર પરિવાર સાથે જોબની જવાબદારી સ્ત્રીઓમાં ઉચ્ચ મનોભાર પેદા કરે છે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ગોજીયા પૂજાએ ડો. ધારા આર દોશીના માર્ગદર્શનમાં પરિણીત અને અપરિણીત સ્ત્રીઓ પર સર્વે હાથ ધર્યો
દરેક વ્યક્તિ નુ જીવન સમય, નિયમો અને શરતોને અધિન હોય છે અને સ્ત્રીઓ એ પોતાનુ જીવન જીવવા માટે પોતાની દરેક બાબતોને ધ્યાન રાખીને તે અનુસાર કાર્ય કરવું જોઈએ અને તેના વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ સ્ત્રીઓ પરિસ્થિતિ સાથે કેવી રીતે સમાયોજન કરે છે, તે તેની મનોવિજ્ઞાન સ્થિત અને ઘણીવાર તેના ભાવનાત્મક પ્રકૃતિ અને લાક્ષણિકતાઓ પર આધારિત છે. સ્ત્રીનુ જીવન સારુ કે ખરાબ તેના કાર્ય સફળ કે અસફળ તે બધુ તેની નિયંત્રણ કરવાની ક્ષમતા પર આધારિત છે. તે બધી બાબત ને કઈ રીતે નિયંત્રણ કરે કઈ રીતે સામનો કરે છે તે બાબત પર આધારિત છે.
લગ્ન એ બહુ મોટી જવાબદારી છે. સામાજિક, માનસિક, આવેગિક, શારીરિક ઘણા પરિવર્તન લગ્ન પછી જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં તે પરિવર્તનનું પ્રમાણ વધારે હોય છે. એ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ગોજીયા પૂજાએ ડો. ધારા આર દોશીના માર્ગદર્શન માં પરિણીત અને અપરિણીતસ્ત્રીઓ પર સર્વે કર્યો છે.
પ્રસ્તુત સંશોધનમાં દૈનિક મનોભાર નુ પ્રમાણ પરિણીત સ્ત્રીઓ માં વધારે જોવા મળે છે અને અપરિણીત સ્ત્રીઓ માં દૈનિક મનોભાર નુ પ્રમાણ ઓછુ જોવા મળે છે. પરણીત સ્ત્રીઓ માં દૈનિક મનોભાર નુ પ્રમાણ વધારે હોવા નૂ શક્ય કારણ એ હોય શકે કે અપરિણીત સ્ત્રીઓ કરતા પરિણીત સ્ત્રીઓ નીજવાબદારીઓ વધી જતી હોય છે.
સમાયોજન સાધી સકવાની ક્ષમતા પરિણીત સ્ત્રીઓ કરતા અપરિણીત સ્ત્રીઓમાં વધારે
સમાયોજન સાધી સકવાની ક્ષમતા પરિણીત સ્ત્રીઓ કરતા અપરિણીત સ્ત્રીઓ માં વધારે જોવા મળી છે. અપરિણીત સ્ત્રીઓ માં સરળતા થી સમાયોજન સાધી સકવા ની ક્ષમતા વધારે હોવા નુ શક્ય કારણ અપરિણિત સ્ત્રીઓમાં કૌટુંબિક જવાબદારી ઓછી હોય છે, સાથે વ્યક્તિગત નિર્ણયો જાતે લઈ શકે છે.
સર્વેના તારણો
1.45. 34% પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે રોજની એક મુજબની જીવન જીવવાની રીત તણાવ ઉતપન્ન કરે છે
2.41.45% પરિણીત બહેનોએ જણાવ્યું કે બધાનું ટાઈમ ટેબલ સાચવતા પોતાનું કઈ ધ્યાન રહેતું નથી જેથી તણાવ ઉતપન્ન થાય છે
3.45.56% પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે પોતાનું ગમતું કામ કે શોખ પૂર્ણ ન થવાને લીધે તણાવ ઉતપન્ન થાય છે.
4.56.35% પરિણીત બહેનોએ નાણાકીય ખોટ આવે તો તણાવ અનુભવાય છે.
5.45.45% પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે બધી બાબતોમાં યોગ્યતા મેળવવાની ચિંતા તણાવ ઉતપન્ન કરે છે
6.56.76% પરિણીત બહેનોએ જણાવ્યું કે તેઓ નાની મોટી પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવામાં મુશ્કેલી અનુભવે છે જ્યારે અપરિણીત બહેનોએ કહ્યુ તેમને બહુ વધુ સમસ્યાઓ થતી નથી
7.45.78% અપરિણીત બહેનોએ સ્વીકાર્યું કે જો અચાનક જ કોઈ જવાબદારી આવે તો તેઓ તેનો સ્વીકાર કરે છે
8.56.46% પરિણીત બહેનોએ જણાવ્યું કે તેમને કાર્યને લગતા સપનાઓ હેરાન કરે છે
9.45.34% પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે ઘણી વખત સારી રીતે સુઈ પણ નથી શકતા અને સતત વિચાર તેમના મનમાં ચાલ્યા કરે છે