સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડોક્ટર ધારા દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ કાનાણી અર્સિતા અને ઝાપડિયા પૂજા દ્વારા 1262 લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા જવાબો સામે આવ્યા
લિવ ઇન રિલેશનશીપનો અમુક લોકો સ્વીકાર કરે છે અને અમુક તેના ગેરફાયદા જણાવી રહ્યા છે. સંબધ કોઈપણ હોય તેમાં એકમેકની સમજણ, જતું કરવાની ભાવના, વાસ્તવિકતા સ્વીકારની હિંમત હોય તો જ ટકી શકે
સમાજમાં ઘણી પરંપરા અને વ્યવસ્થાઓ ચાલતી આવે છે અને જેને કારણે સમાજ ટક્યો છે. આજે અનુકરણને કારણે એવી બાબતો પ્રવેશી છે જે સમાજના લોકોને વિચારવા માટે મજબૂર કરે છે. તેમાં એક છે લિવ ઇન રિલેશનશિપ. જેમા લગ્ન ન થયેલા લોકો સાથે રહે છે. તેઓ ઘણીવાર લાંબા ગાળાના અથવા કાયમી ધોરણે રોમેન્ટિક અથવા લેંગિક ઘનિષ્ઠ સંબંધમાંબાંધે છે. આપણુ જીવન માત્ર બે વ્યક્તિ પુરતુ સીમિત હોતુ નથી પરંતુ તે પુરા પરીવાર ને આવરી લે છે તો લીવ ઇન રિલેશનશિપ રહેતા લોકો સાથે રહી અને પછી સમાજ તરફ વળે તો તેમા તકરાર ઊભી થતા તે બંને છૂટાછેડા તરફનો માગે ને પસંદ કરે છે. આ અંગેનો સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડોક્ટર ધારા આર દોશી ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ કાનાણી અર્સિતા અને ઝાપડિયા પૂજા દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1262 લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો હતો.
લિવ ઇન રિલેશનશિપનો અમુક લોકો સ્વીકાર કરે છે અને અમુક તેના ગેરફાયદા જણાવી રહ્યા છે. સંબધ કોઈપણ હોય તેમાં એકમેકની સમજણ, જતું કરવાની ભાવના, વાસ્તવિકતા સ્વીકારની હિંમત હોય તો જ ટકી શકે. લિવ ઇન રિલેશનશિપ એટલે માત્ર શારીરિક સંબંધ માટે નહીં પણ એકમેક ને સમજવા માટે હોવો જોઈએ પણ વાસ્તવમાં ઘણી વખત આ સંબધ માત્ર શારીરિક સંબંધ પૂરતો મર્યાદિત રહી જાય છે અને એકમેક નું ધાર્યું ન થાય ત્યારે ઘણી વખત અણધાર્યું પરિણામ આવતું હોય છે
સર્વેના તારણો
- 1).લીવ -ઇન-રિલેશનશિપનો બધાએ સ્વીકાર કરવો જોઈએ? જેમાં 27.55% સહમત, 49.20% અસહમત અને 23.30% તટસ્થ રહ્યા હતા.લિવ ઇન રિલેશનશિપ નું સ્વીકારનું પ્રમાણ લોકોમાં ઓછું જોવા મળે છે.
- 2) સામાજિક દ્રષ્ટિએ લિવ ઇન રિલેશનશિપ યોગ્ય છે? જેમાં 25.60% સહમત, 56.10% અસહમત, 18.03% તટસ્થ જોવા મળ્યા.સામાજિક દ્રષ્ટિએ લિવ ઇન રિલેશનશિપ અયોગ્ય જોવા મળે છે.
- 3) પરિવારના સભ્યો માં કોઈ યુવકે યુવતી ને લીવ ઇન રિલેશનશિપમાં રહેવા દેવા જોઈએ? જેમાં 29.40% સહમત, 49.20% અસહમત અને 21.30% તટસ્થ જોવા મળ્યા..લોકોમાં અસહમતનું પ્રમાણ વધારે છે.
- 4) લગ્ન પહેલાં લિવ ઇન રિલેશન યોગ્ય છે? જેમાં 30.90% સહમત, 56.50% અસહમત અને 12.30% તટસ્થ જોવા મળ્યા.
- 5) લીવ ઇન રિલેશનશિપથી ઘરના સભ્યો ના સબંધોમાં દરાર આવે છે? જેમાં 69.10% સહમત, 16.80% અસહમત અને 14.10% તટસ્થ જોવા મળ્યા.
- 6) લીવ ઇન રિલેશનશિપ અન્ય ઉપર નકારાત્મક અસરને દર્શાવે છે? જેમાં 64.50% સહમત, 19.80% અસહમત અને 15.60% તટસ્થ જોવા મળ્યા.
- 7) લિવ ઇન રિલેશનશિપથી અન્ય લોકોમાં અનુકરણ જોવા મળે છે? જેમાં 72.10% સહમત, 13.70% અસહમત અને 14.10% તટસ્થ જોવા મળ્યા.
- 8) લિવ ઇન રિલેશનશિપ અભ્યાસ કેરિયર પર નિષેધક અસર ઉપજાવે છે? જેમાં 69.90% સહમત, 25.60% અસહમત, 14.50% તટસ્થ
- જોવા મળ્યા.
- 9) સમાજના બનાવેલા ધારા ધોરણથી અલગ લિવ ઇન રિલેશનશિપ તે આડકતરી રીતે યોગ્ય છે? જેમાં 28.60% સહમત, 46.20% અસહમત અને 25.20% તટસ્થ જોવા મળ્યા.
- 10) લિવ ઇન રિલેશનશિપ સાચા સંબંધોમાં ખોટ સર્જે છે? જેમાં 65.30%સહમત, 25.60% અસહમત,9.20% તટસ્થ જોવા મળ્યા. 11) જવાબદારીનું વહન ન કરવું પડે એટલે લિવ ઇન રિલેશનશિપ નું પ્રમાણ વધ્યું છે? જેમાં 58.80% સહમત, 28.20% અસહમત, 13% તટસ્થ જોવા મળ્યા.
- 12) ફિલ્મોના આધારે લિવ ઇન રિલેશનશિપ નું પ્રમાણ વધતું જોવા મળે છે? જેમાં 87.70% સહમત, 9.90% અસહમત, 8.40% તટસ્થ જોવા મળ્યા.
- 13) એકલતા ને દૂર કરવાના કારણે લોકો લીવ ઇન રિલેશનશિપ ને પસંદ કરે છે? જેમાં 62.20% સહમત, 24% અસહમત, 13.70% તટસ્થ જોવા મળ્યા.
- 14) વ્યક્તિની પોતાની ઈચ્છા ની પૂર્તિ કરવા માટે લીવ ઇન રિલેશનશિપ તે યોગ્ય છે? જેમાં 42% સહમત, 45.40% અસહમત, 12.60% તટસ્થ જોવા મળ્યા.
- 15) તરુણો ઉપર લીવ ઇન રિલેશનશિપની વાતોની નકારાત્મક અસરો જોવા મળે છે? જેમાં 68.70% સહમત, 16.80% અસહમત અને 14.50% તટસ્થ જોવા મળ્યા.
- 16) લિવ ઇન રિલેશનશિપ તે ભારતમાં એક સામાજિક સમસ્યા બની રહી છે? જેમાં 68.30% સહમત, 13.40% અસહમત અને 18.30% તટસ્થ જોવામળ્યા.
લિવ ઇન રિલેશનશીપ વિશે વિવિધ અભિપ્રાય
- રિલેશનશિપને સમજવામાં ઘણી સરળતા રહે છે. આ રીતે પાર્ટનરને સારી રીતે જાણી શકાય. જો એવું લાગે કે પાત્ર સાથે નહિ ફાવે તો બ્રેકઅપ કરીને અલગ થઈ શકાય જે છૂટાછેડા કરતાં વધુ સારો વિકલ્પ છે.
- આજકાલ છોકરો અને છોકરી બન્ને કાર્ય કરી રહ્યા છે, તેથી સાથે રહેવાથી જવાબદારીઓને કેવી રીતે વહેંચવી તે વધુ સારી રીતે સમજી શકાય.
- લિવ-ઈન રિલેશનશિપ માં કપલ્સ દરેક બાબતમાં પેરેન્ટ્સને સામેલ કરવાને બદલે જાતે જ મામલો ઉકેલવાનો પ્રયાસ કરે છે. આ પગલું સમજણ માટે પણ વધુ સારું છે.
- લિવ-ઈન રિલેશનશિપ માં જો બન્ને વચ્ચે શારીરિક સંબંધો વિકસે છે અને લગ્ન નથી થતા તો તે મુશ્કેલીનું સૌથી મોટું કારણ બની જાય છે. ખાસ કરીને છોકરીઓ માટે સમસ્યા સર્જાય છે. લિવ-ઇન રિલેશનશિપ ફેલ થયા પછી બીજા સંબંધ જોડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
- કેટલાક લોકો માને છે કે લિવ-ઈન રિલેશનશિપને ભારતીય સમાજમાં કુદરતી અને સ્વીકૃત સંબંધ ગણવો જોઈએ.
- કેટલાક લોકોનું માનવું છે કે લિવ-ઇન રિલેશનશિપમાં મહિલાઓને લગ્નમાં જે અધિકારો મળે છે તે નથી મળતા. કેટલાક લોકો માને છે કે લગ્ન વિના સાથે રહેતા લોકોને યોગ્ય દ્રષ્ટિએ જોવામાં આવતા નથી.
- કાયદા અનુસાર બે પુખ્ત વયના લોકો તેમની ઈચ્છા મુજબ લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે છે.
- લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકો સામાન્ય રીતે આર્થિક રીતે સ્વતંત્ર હોય છે.
- લિવ-ઇન રિલેશનશિપમાં સામાજિક અને પારિવારિક નિયમો લાગુ પડતા નથી. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો સરળતાથી અલગ થઈ શકે છે.
યુવાનોમાં લિવ-ઇન રિલેશનશીપનો ક્રેઝ વધી રહ્યો છે કારણ કે આ સંબંધનો ખ્યાલ પરંપરાગત પ્રતિબદ્ધતાઓ વિના સંબંધોની ઇચ્છા પ્રત્યેના સામાજિક વલણમાં બદલાવથી ઉદ્ભવે છે. લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપમાં યુવક યુવતી વચ્ચે કાયદાકીય જવાબદારીઓનો અભાવ હોય છે, જે સંબંધમાં ટકવા અને સંબધ તોડી નાખવાનું સરળ બનાવે છે. એકવાર લગ્ન કર્યા પછી, વ્યક્તિએ અલગ થવા માટે ખૂબ જટિલ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે.