આરઇસીપીડીસીએલ સાથે થયા કરાર: પ્રથમ અમૃત સિટી, સરકારી કચેરીઓ અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ફિડરના મીટરો બદલાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ લોન્ચ કરવામાં આવી. તેના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા કેન્દ્ર સરકારના ઉપક્રમે આરઇસી હેઠળની આરઇસીપીડીસીએલ સાથે દરેક વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાડવા માટે એમઓયુ દિલ્લી મુકામે કરવામાં આવ્યું હતું.
જેમાં પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલ અને ચીફ એંજિનિયર આર.જે. વાળા ઉપસ્થિત રહ્યા હતા. આરઇસીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આર. લક્ષ્મનન, આરઇસીપીડીઇએલના ચીફ જનરલ મેનેજર એસ.સી. ગર્ગ અને જનરલ મેનેજર આલોકસિંહ સર્વે ઉપસ્થિત હતા. પીજીવીસીએલ દ્વારા આવતા બે વર્ષમાં છપ્પન લાખ સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાડવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ તબક્કામાં અમૃત સિટી, સરકારી કચેરીઓ અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પરના મીટર, ફિડર મીટર વિગેરેનો સમાવેશ કરેલ છે.
-
માર્ટ પ્રી-પેઈડ મીટરના ફાયદાઓ
- – ગ્રાહક પોતાના વીજવપરાશનું નિયમન કરી શકશે
- – ગ્રાહક પોતાના વીજ વપરાશને કાયમી જાણી શકશે
- – ટાઈમ ઓફ ડેઈટ ટેરીફથી ભવિષ્યમાં ગ્રાહકને ફાયદો થશે
- – ગ્રાહકને વીજબિલ ભરવાની લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે
- – રીયલ ટાઈમ કંઝપ્શન અને બિલ મોનીટરીંગ
- – વીજગ્રાહક પોતાના મોબાઈલ એપથી સીધુ રિચાર્જ કરી શકશે
- – વપરાશની માહિતી મોબાઈલમાં જાણી શકાશે
- – વીજબીલમાં બચત
- – મીટર રીડરને ઘરની અંદર રીડીંગ માટે પ્રવેશ આપવામાંથી મુક્તિ
- – મોબાઈલ એપ આધારિત જુદી-જુદી સર્વિસીસ વીજગ્રાહકોને આપી શકાશે