જિલ્લાની 566 શાળાઓના કુલ 1713 વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું અમલીકરણ: સર્વર ડેસ્ક ટોપ મોનિટર, હેડફોન, ટીવી, વેબ કેમેરા, ઇન્ટરએક્ટિવ પેનલ (ટીવી), લેપટોપ, વાઇ-ફાઇ સહિતની સુવિધા
દેશની ભાવિ પેઢી સમાન ભૂલકાઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે . રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક આધુનિક સુવિધાઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી આવતીકાલની પેઢી ટેકનોસેવી બની શકે.
રાજકોટ જિલ્લામાં ધો .1 થી 8 ની સરકારી શાળાઓમાં વર્ષ 2022 23 માં કુલ 56 ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી ) લેબ અને 81 કોમ્પ્યુટર લીટરસી સેન્ટર કાર્યરત થયા છે તેમજ રાજકોટ જિલ્લાની 566 સરકારી શાળાઓમાં કુલ 1713 વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું અમલીકરણ થઇ રહયા હોવાની માહિતી રાજકોટ ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા તથા જિલ્લા શિક્ષણાધિકારી બી . એસ . કૈલાએ આપી હતી.
તેઓએ વધુમાં કહયુ હતું કે, કોમ્પ્યુટર લીટરસીમાં સર્વર ડેસ્ક ટોપ મોનિટર, હેડફોન, વાઇ – ફાઇ , આઈસીટી લેબમાં ડેસ્કટોપ કોમ્પ્યુટર , વેબ કેમેરા , હેડફોન , જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ગ ખંડ ઇન્ટરએક્ટિવ પેનલ , લેપટોપ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રાથમિક કક્ષાએ શાળાકીય શિક્ષણમાં આઈસીટી લર્નિંગ લેબ તેમજ કોમ્પ્યુટર લીટરસી સેન્ટરનો હેતુ બાળકોને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં સર્જનાત્મક રીતે ભાગ લેવા માટે તૈયાર કરવાનો છે.રાષ્ટ્રનો સર્વાંગી સામાજિક – આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જતા સમાજની સ્થાપના, નિભાવ અને વિકાસની દ્રષ્ટિકોણ સાથે ” આઈસીટી લર્નિંગ લેબ ” અને કોમ્પ્યુટર લીટરસી સેન્ટર- કોમ્પ્યુટર લેબ એ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર સહાયિત શિક્ષણ અને કોમ્પ્યુટર સાક્ષરતાનો ધ્યેય આ યોજનાનો છે.
વર્ષ 2022 -23 માં રાજકોટ જિલ્લામાં કુલ 56 આઈસીટી લેબ અને 81 કોમ્પ્યુટર લીટરસી સેન્ટર ફાળવવામાં આવ્યા છે. જેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિશ્વભરની વિવિધ પ્રકારની માહિતીને એકસેસ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે . શિક્ષકોની આંગળીના વેઢે ઘણાં સંસાધનો છે , જે તેમની શિક્ષણ – શીખવાની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકે છે . શિક્ષકો અને શીખનારાઓએ હવે તેમની શૈક્ષણિક જરૂરિયાતો માટે પુસ્તકાલયોમાં રાખવામાં આવેલા શારીરિક માધ્યમોમાં છપાયેલ પુસ્તકો અને અન્ય સામગ્રી પર આધાર રાખવો પડશે નહીં . ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબની મદદથી , લગભગ દરેક વિષયમાં અને વિવિધ પ્રકારનાં માધ્યમોમાં શીખવાની સામગ્રી હવે દિવસના કોઈપણ સમયે અને અમર્યાદિત સંખ્યામાં મેળવી શકાય છે. શિક્ષકોની જટિલ સૂચનાઓનો સરળતાથી અર્થઘટન કરી શકાય છે અને ઇન્ટરએક્ટિવ વર્ગો શીખવવા અને પાઠોને વધુ આનંદપ્રદ બનાવવા માટે સક્ષમ છે આમ વિદ્યાર્થીઓની હાજરી અને એકાગ્રતામાં સુધારો થાય છે.
રાજકોટ જિલ્લામાં આ તમામ કામગીરી સમગ્ર શિક્ષા ગાંધીનગર શિક્ષણ વિભાગની સૂચના અને માર્ગદર્શન મુજબ કરવામાં આવશે . સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રોજેક્ટ હેઠળ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલી છે. રાજકોટ જિલ્લાની કુલ 566 શાળાઓનાંકુલ 1713 વર્ગખંડોમાં અમલીકરણ થવા જઈ રહ્યું છે. જેનાથી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણનું સ્તર ઘણુંઉંચુ આવશે.