ઓખા કા રાજા ગણેશ મોહત્સવ 2024ના છેલ્લા દિવસે 1100 લાડુના અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા. અહીં નવમાં દિવસની આરતી પંચમતીયા પરિવાર અને દશમાં દિવસ ની આરતી ના મુખ્ય યજમાન નેવી ઓફીસર શિવરતન બેમિલ રહ્યા હતા. અહીં સર્વે સમાજના લોકો સાથે મળી આ મોહત્સવ છેલ્લા 10 વર્ષે 11 દિવસનો આ ગણેશ મોહત્સવ મનાવે છે.
ત્યારે ગણેશોત્સવના છેલ્લા દિવસે સમૂહ ભસ્મ આરતી સાથે 1100 લાડુના અન્નકૂટ દર્શન રાખેલા. જેના મુખ્ય અતિથિ ઓખા મંડળ દેવાભૂમિ દ્વારકા ના યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેક રહ્યા હતા. તેમણે યુવાનોના આ કાર્યને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી. અહીં આ ગણેશ મોહત્સવ ના મુખ્ય આયોજક રવુભા માણેક સર્વે કાર્યકર્તાઓ અને વાજીતરો વગાડનાર અને સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર નો આભાર માન્યો હતો. આજે સાંજે ઓખા કા રાજાની શોભાયાત્રા સાથે ઓખા ના સાગરમાં વિસર્જન કારવામાં આવશે.
હરેશ ગોકાણી