વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુ.કમિશનર ડો.બંછાનિધિ પાણી, સીમાબેન બંછાનિધિ પાની, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સમાજના પછાત તેમજ છેવાડાના વિસ્તારો માટે ચલાવાઈ રહેલા વિવિધ ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટ અંતર્ગત ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જેમાં આજે ચાણક્ય સ્કૂલ ખાતે જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટમાં ૫૫૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. અને આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ આગામી ૧૩મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજરોજ ૫૫૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરિક્ષા આપી હતી. કોર્પોરેશનની શાળાઓ તથા ખાનગી શાળાઓમાં ધો. ૭ માં ૮૫ ટકા કે તેથી વધુ માર્કસ મેેળવનાર વિધ્યાર્થી આ પ્રોજેકટમાં પસંદગી પામેવા પ્રવેશ પરિક્ષા આપવા હકદાર બને છે.
આ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી, ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષ્ણિક ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. જે અંતર્ગત સ્કૂલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકા, શહેરના નોટબુક,પેન્સીલ, બોલપેન, દફતર, યુનિફોર્મ, બુટમોજા તેમજ સાયકલ તથા મેડીકલ સુવિધા પણ ટ્રસ્ટ દ્વારા અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ભવને કોચીંગ પણ આપવામાં આવશે.
આજે ખાસ તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી, મેયર ડો.બીનાબેન આચાર્ય, નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગઢ, મ્યુ.કમિશનર ડો.બંછાનિધિ પાણી, સીમાબેન બંછાનિધિ પાની, પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, નગર પ્રાથમિક શિણ સમિતિના કિરણબેન માકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ મહાનુભવોને આવકાર્યા હતા.