Abtak Media Google News

ભાણવડ સમાચાર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે 2 ઓકટોબરથી 8 ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી .  જે અંતર્ગત રાજયમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી .  ત્યારે ભાણવડના અશોકભાઇ દ્વારા  અનોખી રીતે ઉજવણી કરાઇ હતી .

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે ત્યારે ભાણવડના અશોકભાઈ ભટ્ટ દ્વારા વન્યપ્રાણી સપ્તાહના સાત દિવસોમાં  55 વન્યજીવોનું બચાવ કાર્ય  કરાયું છે . અબોલ જીવોના બચાવ અને સેવા  માટે કાર્યરત અશોકભાઈ ભટ્ટ દ્વારા વન્યપ્રાણી સપ્તાહના સાત દિવસો દરમ્યાન જુદી જુદી જગ્યાએથી 2 મગર,5 અજગર,34 કોબ્રા,6 રૂપસુંદરી, 4 ધામણ, 2 વાઇપર, 1 કૂકરી,1 કાળોતરોને રેસ્ક્યુ  કરી મુક્ત કરાયા હતા. આ બચાવ કાર્યમાં વન વિભાગ  ભાણવડના  દુદા ભાઈ, વિશાલ,બિપીન,અક્ષય  જોડાયા હતા અને સેવા કરી કરાયું હતું .

 

આનંદ પોપટ

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.