રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મહેકમને લઈને ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના 55 મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 22 મામલતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 162 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં 51ને સૌરાષ્ટ્રમાં મામલતદાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફારો : નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પોસ્ટિંગ અપાતા અનેક જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાતા રાહત
51 નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન સાથે સૌરાષ્ટ્રમાં મળ્યું પોસ્ટિંગ : સૌરાષ્ટ્રના 22 મામલતદારોની બદલીના ઓર્ડર
મામલતદારોની બદલીના ઓર્ડર જોઈએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ડિઝાસ્ટરના આઈ.જી. ઝાલાને રાજકોટ પી.આર.ઓ, ગોંડલના હિતેશ ચાવડાને ગીર સોમનાથ, રાજકોટ પૂર્વના આર.બી. ગઢવીને વસો, તળાજાના જે.ડી. જાડેજાને બાબરા, શિહોરના જે.એન. દરબારને બેચરાજી, સાવરકુંડલાના પ્રદિપસિંહ ગોહિલને ઘોઘંબા, મૂળીના બી.બી. લખતરિયાને નડિયાદ ગ્રામ્ય, માળીયા હાટીનાના બી.ટી. સવસાણીને જામનગર, વઢવાણના ડી.ડી. ભટ્ટને ગોંડલ, પોરબંદર ગ્રામ્યના રાહુલ ડોડીયાને ગોંડલ ગ્રામ્ય, જેતપુરના દિનેશ ગિનિયાને બારડોલી, ગીર ગઢડાના વિ.ડી. રાઠવીને મહેસાણા, ઉમરાળાના એ.પી. અંટાળાને જેતપુર, પાટડીના પી.કે. મોઢવાડિયાને વાપી રૂરલ, થાનગઢના એ.એન. શર્માને વઢવાણ, ભાવનગર ડિઝાસ્ટરના એચ.એલ. ચૌહાણને ભાવનગર પીઆરઓ, અમરેલી એડિશનલ ચીટનીશ એચ.એન. પરમારને અમરેલી ઇલેક્શનમાં, દેવભૂમિ દ્વારકાના નેહા સોજીત્રાને દ્વારકા ઇલેક્શનમાં, જામનગર ડિઝાસ્ટરના એમ.એમ. કાવડીયાને જોડિયા, જામનગર પ્રોટોકોલના એમ.બી. ત્રિવેદીને જુડામાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે નાયબ મામલતદારમાંથી મામલતદારનું પ્રમોશન મેળવીને સૌરાષ્ટ્રમાં મુકાયેલા અધિકારીઓની વિગત જોઈએ તો બોટાદમાં સુરેશકુમાર પરમાર, રાજુલામાં અમૃતલાલ શ્રીમાળી, વીંછીયામાં સુરેન્દ્રકુમાર પંચાલ, ભાવનગરમાં અરજણભાઈ વાઘેલા , રાણપુરમાં શાંતિલાલ પટેલ, બોટાદમાં જયંતીલાલ વૈષ્ણવ, ઓખામાં મોહનભાઈ ખેર, પોરબંદર ગ્રામ્યમાં રાજુભાઈ ચૌધરી, કુતિયાણામા હીરાભાઈ દુલેરા, જામનગર ગ્રામ્યમાં મયુરકુમાર દવે, ભાવનગર ગ્રામ્યમાં ભીમાભાઇ ઠાકોર, સુરેન્દ્રનગર એડિશનલ ચીટનીશમાં નગીનભાઈ લખતરિયા, મહુવામાં જયેશકુમાર મહેતા, અમરેલી ચીટનીશમાં હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉમરાળામાં પ્રશાંતકુમાર ભીંડી, ઉનામાં ધીરજલાલ ભીમાણી, ભેસાણમાં મહેશકુમાર પટોડીયા, ધ્રાંગધ્રામાં ગોપાલ શાહ, બોટાદમાં ભરત સોપારા, ભાવનગર ચીટનીશમાં ભગવાનભાઈ મેર, મોરબી સિટીમાં જયવંતસિંહ વાળા, ઘોઘામાં પ્રકાશકુમાર સુવા, રાજકોટ ચિટનીસમાં દેવાનંદભાઈ કંડોરીયા, જામનગર પી.આર.ઓમાં અમૃતલાલ પરમાર, જસદણમાં મિલનકુમાર રાજ્યગુરુ, ભાવનગર એડિશનલ ચીટનીસમાં અરવિંદકુમાર રાદડિયા, લોધીકામાં દિનેશકુમાર ભાડ, વિસાવદરમાં નીતિનકુમાર લંધનોજા, સુરેન્દ્રનગરમાં હરેશ વાળા, જેતપુર સિટીમાં વિજયકુમાર ભારાઈ, અમરેલી સિટીમાં હિતેન્દ્રકુમાર શાહ, જુનાગઢમાં પ્રવીણકુમાર પટેલ, સુરેન્દ્રનગર સિટીમાં રાકેશ રાણા, ભાણવડમાં અશ્વિન ચાવડા, હળવદમાં મધુસુદન પરમાર, જુનાગઢ ગ્રામ્યમાં લલિતકુમાર ડાભી, રાજકોટ તાલુકામાં કિરીટ કુમાર મકવાણા, પાલીતાણામાં કમલેશ વાળંદ, માળીયાહાટીનામાં જીગર પટેલ, જામનગર પ્રોટોકોલમાં વિપુલકુમાર બારોટ, જેસરમાં હિરેનકુમાર મૈસુરિયા, સિહોરમાં રમેશભાઈ પ્રજાપતિ, ગારીયાધારમાં રમેશચંદ્ર કુંભાણી, સાવરકુંડલામાં શૈલેષકુમાર બારીયા, જુનાગઢ પીઆરઓમાં દિનેશચંદ્ર પટેલ, વડીયામાં મનહરસિંહ સોલંકી, જુનાગઢમાં પોલભાઈ ખ્રિસ્તી, ધોરાજીમાં અલ્પેશ જોશી, રાજકોટ પૂર્વમાં શૈલેષકુમાર ચાવડા, રાણાવાવમાં જીતેન્દ્ર ડાભીને મૂકવામાં આવ્યા છે.