જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં છાપો મારી ૫૪૦ બોટલ વિદેશી દારૂ પકડી પાડી રૂ. ૪,૧૫,૩૮૦ નો મુદ્દામાલ કબજે કરતા બૂટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપ સિંહ પવાર દ્વારા વધતા જતા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા કરાયેલ સુચના અંતર્ગત રેન્જ સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ પો.ઇન્સ કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે.રામાણી, પો.હેડ.કોન્સ ગીરૂભા વાઘેલા, સંજયભાઇ દેવરે, જે.પી.મેતા, પો.કોન્સ. ભરતભાઇ ચાવડા, ભુમિતભાઇ બારોટ, પ્રવિણસિંહ મોરી તથા સાગરસિંહ પરમારને જુનાગઢ શહેરમાં કોરોના વાયરસ સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ રાજીવનગરમાં રહેતા સુરા પરબત કોડીયાતર પોતાના નવા મકાને ભારતીય બનાવટનો ઇંગલીશ દારુનો જથ્થો રાખેલ હોય, જેથી તુરત જ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની કુલ ૪૫ પેટી માથી બોટલ નંગ ૫૪૦ મળી આવત રૂ. ૨,૫૪,૮૮૦ નો દારૂનો જથ્થો તથા રીક્ષા ૧, મો.સા. ૩, મોબાઈલ ફોન ૧ એમ કુલ મુદામાલ રૂ. ૪,૧૫,૩૮૦ મળી આવતા કબજે લઈ, જુનાગઢ સી-ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.