જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી તેની મીટિંગમાં 54 સર્વિસીસ અને 29 આઇટમ્સ પર જીએસટી રેટ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે કાઉન્સિલની મીટિંગમાં જીએસટી રીટર્ન ફાઇલિંગની પ્રોસેસને સરળ બનાવવાની ચર્ચા થઇ હતી. …
જીએસટી કાઉન્સિલની ગુરુવારે મળેલી 25મી બેઠકમાં 80 પ્રોડક્ટ્સ પર રેટ ઘટાડવાનો મુદ્દો સામેલ હતો….
આના પર ઘટયો ટેક્સ રેટ
– જીએસટી કાઉન્સિલે ખાનગી કંપનીઓના ડોમેસ્ટિક એલપીજી પર ટેક્સ રેટ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો….
– તે ઉપરાંત હીરા પર ટેક્સ 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા કરી દીધો. …
– જૂની કારો પરના ટેક્સ રેટમાં પણ કાપ મૂકાયો છે, જેમને 28 ટકાથી ઘટાડીને 18 ટકાના ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે. …
– પેટ્રોલિયમ ક્રુડના માઇનિંગ, ડ્રિલિંગ સર્વિસીસ પર ટેક્સ ઘટાડીને 12 ટકા કરી દેવાયો છે. …
– આ સાથે નેચરલ ગેસના માઇનિંગ, ડ્રિલિંગ સર્વિીસ પર પણ ટેક્સ ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. …
– એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવાતા વાહનો પર સેસ દૂર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી 15 ટકા હતો. …