સામાજિક કોઇપણ સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે ત્યારે વ્યક્તિના પોતાના જીવનમાં ઘણા પરિવર્તનો જોવા મળે છે: મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે 1174 યુવાનો પર સર્વે કર્યો

વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ઘણાં સામાજિક સંબંધો વિકસિત કરે છે અને તેને ટકાવી રાખવા પૂરતા પ્રયત્નો કરે છે. સામાજિક સંબંધોમાં મિત્રો કુટુંબીજનો સગાસંબંધીઓ પ્રેમી-પ્રેમિકા તથા અભ્યાસ કે વ્યવસાયની જગ્યાએ બનતા સંબંધો વગેરે નો સમાવેશ થાય છે. વ્યક્તિને પોતાના સુખ દુ:ખમાં સામાજિક સંબંધો સાથે રહીને જીવન જીવે છે પરંતુ પરિસ્થિતિ અને સંજોગો સાથે ક્યારેક અમુક સામાજિક સંબંધો તૂટી જાય છે અથવા તો સામાજિક સંબંધો માં ઘણી સમસ્યાઓ થાય છે.

આ સમસ્યા અથવા જો સંબંધ તૂટી જાય છે તો તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ પડે છે અને માનસિક સ્વાસ્થ્યની અસર તેની શારીરિક તંદુરસ્તી પર જોવા મળે છે અને જેનાથી વ્યક્તિને ઘણા શારીરિક રોગો તથા માનસિક રોગોનો સામનો કરવો પડે છે સામાજિક સંબંધમાં સકારાત્મક ભાવાત્મક એવા વિધાયક પાસા તથા તણાવ સંઘર્ષ વગેરે જેવા નિષેધક પાસાઓનો પણ સમાવેશ થાય છે. આ બાબત વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે 1174  યુવાનો પર સર્વે કરીને કારણો જાણવાની કોશિશ કરી.

સામાજિક કોઇપણ સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે ત્યારે વ્યક્તિના પોતાના જીવનમાં ઘણા પરિવર્તનો જોવા મળે છે જેની શારીરિક અને માનસિક અસર પણ થાય છે વ્યક્તિના કોઈ સંબંધ તૂટી જાય છે અથવા તો સંબંધમાં સમસ્યાઓ જોવા મળે છે જ્યારે સંબંધ તૂટી જાય છે તો પછી વ્યક્તિને ઘણી તકલીફ થાય છે અથવા જ્યારે વારંવાર સંબંધમાં સમસ્યાઓ ઉદભવે છે ત્યારે વ્યક્તિ આ સમસ્યાઓથી કંટાળી જાય છે અને સંબંધ એક ભારરૂપ લાગે છે જેનાથી પણ વ્યક્તિને ઘણી શારીરિક અને માનસિક અસર થાય છે.

સર્વે અનુસાર એવું જોવા મળ્યું છે કે સામાજિક સંબંધો દ્વારા અપાતો ભાવાત્મક ટેકો મનોવૈજ્ઞાનિક સુખાકારી માં વધારો કરે છે અને જો કોઇ સમસ્યા ઉદભવે તો તેની  અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે 45% લોકોના મતે સંબંધ તૂટવાથી વ્યક્તિ એકલો રહેવા લાગે છે , તેને એકલતા ઘેરી લે છે. 36% લોકોનું માનવું છે કે સંબંધ તૂટવાથી  પોતાના ધ્યેયથી ભટકી જાય છે.37%ના મતે સંબંધ તૂટવાથી કોઈ કાર્ય કરવામાં રસ રહેતો નથી. 31.50% લોકોના  કહ્યા અનુસાર સંબંધ તૂટવાથી સમાજ પ્રત્યે ધૃણા થવા લાગે છે સામાજિક કાર્યોથી દૂર રહે છે.54% લોકોનું માનવું છે કે સંબંધ તૂટવાથી સતત વિચાર મનમાં રહે છે ,  ઊંઘ ન આવવી અને  એકાગ્રતામાં ઘટાડો આવે છે.

  • સામાજિક સંબંધોને કઈ રીતે ટકાવી રાખવા

માનવી એક સમાજનો મુખ્ય ભાગ છે અને તેને પોતાના જીવનમાં સારુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારા સંબંધો અનિવાર્ય છે સામાજિક સંબંધને ટકાવી રાખવા અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે નીચે મુજબ છે:

  1. દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે જે સ્વીકારું
  2. સંબંધને એક તક આપવી જરૂરી છે
  3. નાની નાની વાતમાં ઝઘડો કરવાનું ટાળો
  4. સહન કરતા શીખો
  5. સ્વીકાર કરવાની ભાવના સાથે સબંધ નિભાવો
  6. કોઈપણ સમસ્યા હોય તો તેનું મૂળ કારણ શોધો
  7. સંબંધમાં બને તેટલો વધુ સમય આપો
  8. કોઈ પણ સ્વાર્થ વગર સંબંધ નિભાવવો
  9. અપેક્ષા ઓછી રાખવી
  10. લઈ લેવા કરતાં આપવાવાળી વૃત્તિ રાખવી
  • સંબંધો તૂટવાના કારણો

સબંધ તૂટવા પાછળ ના કારણો માં વ્યક્તિ બે પ્રકારની હોય છે. એક સ્વપીડન અને બીજું પરપીડન. સ્વપીડન વાળી વ્યક્તિ હંમેશા સંબંધ તોડવા માટે નું કારણ પોતાને જ માને છે પોતાની જ ભૂલ છે તેવું લાગે છે અને અમુક અંશે પોતાની પીડા પહોંચાડે છે. જ્યારે પરપીડન વ્યક્તિ સંબંધો અથવા પાછળનું કારણ સામેવાળી વ્યક્તિને માને છે અને તેને તકલીફ પહોંચે તેવું વર્તન પર કરી શકે છે.

  1. 45%ના મતે વધુ પડતાં અહમને લીધે સંબંધ તૂટે
  2. 56% ના મતે સંબંધમાં વિશ્વાસ ન હોવાને લીધે

3.63% ના મતે  સંબંધમાં એકબીજાને સમય ન આપવાને લીધે.

  1. 55% ના મતે સમજણ શક્તિ ઓછી હોવાને લીધે
  2. 56%ના મતે વારંવાર સમસ્યાથી કંટાળીને લીધે
  3. 31%ના મતે આર્થિક કારણને લીધે
  • સંબંધ તૂટી ગયા પછી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી

સંબંધ કોઈ પણ હોય જ્યારે તેનો અંત આવે છે ત્યારે બંને વ્યક્તિ શારીરિક માનસિક રીતે થોડા ઘણા અંશે હતાશ બને છે ત્યારે વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી અગત્યની બને છે.વ્યક્તિએ પોતાના જીવનમાં વ્યસ્ત રહેવું, વ્યક્તિએ પોતાને ગમતું કાર્ય કરતું રહેવું, જીવનના ચોક્કસ લક્ષ્ય શોધવું, સામાજિક સેવા કાર્યોમાં ભાગ લેવો, અન્ય સામાજિક સંબંધો વિકસાવવા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.