- એલસીબીનો દરોડો
- રૂ.28.54 લાખની રોકડ, 15 કાર, 70 મોબાઈલ સહીત રૂ.2.34 કરોડનો મુદ્દામાલ કબ્જે કરતી પીઆઈ એ.બી. જાડેજાની ટીમ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાનાં સાંગોદ્રા ગામનાં ધ પ્રિમીયર ગીર રીસોર્ટમાંથી ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ દરોડો પાડીને જુગારધામ ઝડપી પાડયુ હતુ. જ્યાં જુગાર રમતા અમદાવાદ-મહેસાણાના 55 શખસોને પકડી પાડી રોકડા 28.54 લાખ તેમજ 15 કાર,70 મોબાઈલ મળી કુલ રૂ.2.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં દારૂ-જુગારની બદ્દી ડામવાની જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચના અનુસંધાને એલસીબી સહીતની બ્રાન્ચ સક્રિય હતી. દરમિયાન તાલાલા તાલુકાનાં સાંગોદ્રા ગીર અને ચિત્રાવડ ગીર ગામની વચ્ચે જંગલમાં આવેલ ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમી ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી. પીઆઈ એ બી જાડેજાની ટીમને મળતા એલ.સી.બી સ્ટાફ જુગારધામ ઉપર ત્રાટકી રિસોર્ટમાં જુગાર રમતા 55 પતાપ્રેમીને ઝડપી લીધા હતા.એલ. સી.બી સ્ટાફે જુગાર ધામના સ્થળ ઉપરથી રોકડ રૂ.28 લાખ 54 હજાર 700, ફોર વ્હીલર-15 કિ.રૂ.1 કરોડ 80 લાખ,70 મોબાઈલ કિ.રૂ.26 લાખ 34 હજાર મળી કુલ રૂ.2 કરોડ 34 લાખ 90 હજાર 700 નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીયા વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલ તમામ આરોપીઓને તાલાલા પોલીસ સ્ટેશને લાવી વધુ પુછપરછ હાથ ધરી છે. આ તમામ જુગારીઓ અમદાવાદ અને મહેસાણાના વતની છે. ઉપરાંત હોટેલ સંચાલક વિરુદજ પણ એલસીબીએ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારધામમાં નસીબ અજમાવતા ખેલીઓ
1.ભાવેશભાઇ ઇશ્વરભાઇ રામી માળી(મહેસાણા) 2.પિન્ટુભાઇ પરષોતમભાઇ પટેલ (મહેસાણા) 3.ચિરાગ ગૌતમભાઇ પટેલ (અમદાવાદ) 4.સુરજ જીલુજી બોડાણા (મહેસાણા) 5.પ્રિન્સ ઉર્ફે ભોલો ભરતભાઇ પટેલ (મહેસાણા) 6.વિશાલ ઉર્ફે સલ્લુ મહેન્દ્રભાઈ પટેલ(અમદાવાદ) 7.દિલીપકુમાર અમૃતભાઇ પટેલ (અમદાવાદ) 8.ભદ્રેશ ઉર્ફે લાલો અમૃતભાઇ પટેલ (અમદાવાદ) 9.સાર્થક ઉર્ફે મંગો મુકેશભાઇ પટેલ (અમદાવાદ) 10.ભરતભાઇ અમરતભાઈ પ્રજાપતિ (મહેસાણા) 11.દર્શન રમેશભાઇ પટેલ કડવા (મહેસાણા) 12. યોગી ઉર્ફે ગુરૂ વિક્રમભાઇ પટેલ (મહેસાણા) 13.દર્શન બળદેવભાઇ પટેલ (મહેસાણા) 14.વૈભવ કનૈયાલાલ પટેલ (મહેસાણા) 15.આનંદ બાબુભાઇ પટેલ (મહેસાણા) 16. પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (અમદાવાદ) 17. મનોજભાઈ અરવિંદભાઈ પટેલ (મહેસાણા) 18. જીગરભાઈ વિનુભાઈ પટેલ (અમદાવાદ) 19. અંકિત સુરેશભાઈ પટેલ કડવા પટેલ (મહેસાણા) 20.વિપુલ પંકજભાઈ પટેલ (મહેસાણા) 21. મિહીર ઉર્ફે ચચુ લાલાભાઇ પટેલ (મહેસાણા) 22. ધનંજય વિરેન્દ્રકુમાર ઠાકર બ્રાહ્મણ (અમદાવાદ) 23.ચિંતન રાજેશભાઈ પટેલ (મહેસાણા) 24. આકાશ ઉર્ફે મુખી મહેન્દ્રભાઇ જોષી (અમદાવાદ) 25.વિષ્ણુ સકરાભાઈ પટેલ (અમદાવાદ) 26. આશીક વિષ્ણુભાઈ પટેલ (અમદાવાદ) 27. સુર્યદિપ ખોડાભાઈ પટેલ (મહેસાણા) 28. સચિન પ્રકાશભાઇ પટેલ (મહેસાણા) 29. અનિકેત વાસુભાઈ પટેલ (મહેસાણા) 30. અરૂણ અજીતદાન ચારણ (મહેસાણા) 31.ચેતન રમેશભાઇ પ્રજાપતિ (મહેસાણા) 32. આદિત્યસિંહ વિરમસિંહ સોલંકી (મહેસાણા) 33. જયેશ અરવિંદભાઈ પટેલ (મહેસાણા) 34. મીહીર જીતેન્દ્રભાઈ પટેલ (મહેસાણા) 35. રોહીત વિષ્ણુભાઈ પટેલ (મહેસાણા) 36.બળદેવ ભુરાભાઇ દેસાઇ (અમદાવાદ) 37. વિજયસિંહ ભુપતસિંહ ઝાલા (અમદાવાદ) 38. વિપુલ રામાભાઇ પ્રજાપતિ (અમદાવાદ) 39. નિલેશ ઇશ્વરભાઇ દેસાઇ (અમદાવાદ) 40. યશ મહેન્દ્રભાઇ રાવલ (અમદાવાદ) 41. હિમાંશ અશોકકુમાર પટેલ (મહેસાણા) 42. નિકુલ રમેશભાઈ પટેલ (અમદાવાદ) 43.વિષ્ણુ ગણેશભાઇ દેસાઇ (અમદાવાદ) 44. જગદિશ જીતેન્દ્રભાઈ પટેલ (અમદાવાદ) 45. આનંદ પ્રવિણભાઇ રાવળ (અમદાવાદ) 46. ધવલ છગનભાઈ રબારી (અમદાવાદ) 47.ભરત રતિલાલ પટેલ (અમદાવાદ) 48. કરણ હિતેશભાઈ પટેલ (મહેસાણા) 49. ભાવિક દશરથભાઇ સુથાર (મહેસાણા) 50. આર્યન જયેશભાઈ સુથાર (મહેસાણા) 51.ગુમાનસીંહ ઉર્ફે ગમન બચુજી ઠાકોર (મહેસાણા) 52.આનંદ મનોજભાઈ જોષી (અમદાવાદ) 53. મનિષ જીવણલાલ પટેલ(મહેસાણા) 54. અજય રતિલાલ ભરાળ (જુનાગઢ રિસોર્ટ સંચાલક) 55. ઉમેશ રતિલાલ ભરાળ (જુનાગઢ)