- ભીમ અગિયારસ પૂર્વે ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા
- પડધરી, ગોંડલ, જસદણ, દેરડી કુંભાજીમાં પોલીસે પાડેલા દરોડામાં રૂ. 2.05 લાખની રોકડ ઝબ્બે
ભીમ અગિયાર આવતા જુગારની મોસમ ફૂલ બહારમાં ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના પાટલા મંડાઈ ગયાં છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લાના ગોંડલ, જસદણ, દેરડી કુંભાજી, પડધરી સહિતના તાલુકાઓમાં જુગારના 8 દરોડા પાડીને કુલ 53 ખેલીઓને ઝડપી પાડી રૂ. 2 લાખથી વધુની રોકડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓની જો વિગતવાર વાત કરવામાં આવે તો જસદણ પોલીસે બાખલવદ ગામથી પોલારપર જતાં રસ્તે રોડના કાઠે જાહેરમાં જુગાર રમતા ખેલીઓ પર દરોડો પાડતા રવિ વિનુ ચોવસિયા, આનંદ ભરત મકવાણા અશ્વિન મોહન બાવળીયા, રમેશ ગોરધન પલાળીયા, રાહુલ વલ્લભ ડાંગર, લાલજી ગોપાલ વાટીયા, લાલજી મનસુખ આંધાણી, વિશાલ સાદુળ રામ નામના 8 ખેલીઓણી ધરપકડ કરી રૂ. 18,860ણી રોકડ ઝડપી પાડી છે.
બીજા દરોડામાં જસદણ પોલીસે વિંછીયા તોડ પર આસોપાલવ પાનવાળી શેરીમાં દરોડા પાડતા અશોક વશરામ સોરાણી, દેહા ધોધા સોરાણી, દિનેશ કુરજી સાંકળીયા, અરવિંદ વાલજી પલાળીયા, અજય ઠાકરશી તાવિયા, દામજી બોઘા નાગડકિયા અને રાહુલ માવજી સોરાણી નામના 7 શકુનીઓણી ધરપકડ કરી રૂ. 11,720ની રોકડ કબ્જે કરી છે.
ત્રીજા બનાવમાં જસદણ પોલીસે કોઠી ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રોહિત ધીરુ રોજાસરા, વિપુલ ભનુ હાંડા, કિશન વસન બાવળીયા, સાગર શૈલેષ કુકડીયા, અનિલ કેશુ ઝાપડીયા અને ભગવાન રામજીભાઈ સાપરાની ધરપકડ કરીને રોકડ રકમ રૂ. 35,770 કબ્જે કરવામાં આવી છે.
ચોથા બનાવના સુલતાનપૂર પોલીસે દેરડી કુંભાજી ગામે વનરાવન સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રમેશ બચુ સોલંકી, રોહિત કેશુભાઈ સોલંકી, અશોક પ્રાગજીભાઈ સોલંકી, હરેશ ડુંગર સોલંકી, સુરેશ કેશુ સોલંકીને રૂ. 12290ની રોકડ સાથે પકડી પાડ્યા છે.
પાંચમા દરોડામાં ગોંડલ સીટી પોલીસ સ્ટેશનની ટીમે કંટોલિયા રોડ સ્મશાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મયુર રવજી રૈયાણી, સંજય રમેશભાઈ ધડુક, અશ્વિન નાગજી ભૂત, જગદીશ વિઠ્ઠલભાઈ પડાલિયા અને ભાવેશ દેવસી કોટડીયા નામના પાંચ શખ્સોને રૂ. 32390ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.
છઠા બનાવમાં પડધરી પોલીસની ટીમે વચલીઘોડી ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા વશરામ રામજીભાઈ ભાલોડીયા, સહદેવસિંહ ચંદુભા જાડેજા, પ્રતાપસિંહ બહાદુરસિંહ જાડેજા, વિક્રમ જેઠા બસિયા, દિનેશ બેચર બોડા, નારણ ટપુ ગડારા અને ઇકબાલ નૂરમહમદ દોઢીયાને રોકડ રકમ રૂ. 43,100 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
કારખાના વિસ્તારમાં ગંજીપતાનો પાટલો માંડનાર કારખાનેદાર અને વેપારીઓ ઝડપાયા
ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે આશાપુરા ચોકડી નજીક ખોડિયાર હોટેલની સામેની બાજુમાં આવેલ કારખાના વિસ્તારમાં ગંજીપતાનો પાટલો મંડાયો હોય તેવી બાતમીના આધારે દરોડો પાડતા મુકેશ માવજી વીરડીયા, વિમલ પરસોત્તમ કોટડીયા, ભરત રામજીભાઈ કટકિયા, જયેશ ભીખાભાઇ મકવાણા અને મિતેષ પ્રવીણ કાનાબારની રૂ. 25,740ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ઝડપાયેલા મોટાભાગના જુગારીઓ વેપારી અને કારખાનેદાર હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
દેરડી કુંભાજીમાં ફર્નિચરના ધંધાર્થીએ જુગારનો અખાડો માંડ્યો
દેરડી કુંભાજી ગામે આવેલ પટેલ ફર્નિચરમા બાતમીના આધારે સુલતાનપૂર પોલીસે દરોડો પાડતા ગિરીશ તુલસી હોથી, અનક ભાણ ખુમાણ, રોહિત ઉર્ફે જીગો મનુ વામજા, નરેશ અમરશી શેખલીયા, રજની નટુ સાંગાણી, કેતન મનસુખ રાછડિયા, ઉદય નાનું પરમાર, નિલેશ ચંદુ સરવૈયા, ભદ્રેશ ધીરુ ગોંડલીયા અને ઉત્તમ રાજેશ સાંગાણીને રૂ. 27260ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. મામલામાં ઉલ્લેખનીય છે કે, આરોપી ગિરીશ હોથીએ પોતાની માલિકીની પટેલ ફર્નિચર નામની દુકાનમાં જુગારનો અખાડો ઉભો કરી જુગારના સાધનો પુરા પાડી અંગત ફાયદા હેતુથી નાલ ઉઘરાવી પૈસાની હાર જીતનો જુગાર રમાડતો હતો.