• દર્દીઓના આરોગ્ય સાથે ચેડા: વિટામિન્સ, શુગર અને બ્લડ પ્રેશરની દવાઓ ઉપરાંત એન્ટીબાયોટીક્સ પણ પરીક્ષણમાં નિષ્ફળ: 5 દવાઓ તો એવી નીકળી જેને બનાવતી કંપની જ ન મળી

પેરાસીટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હોવાનું જાણવા મળ્યું છે.  જેમાં વિટામિન્સ, શુગર અને બ્લડ પ્રેશરની દવાઓ ઉપરાંત એન્ટીબાયોટીક્સ પણ સામેલ છે.  દેશની સૌથી મોટી ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ તેની યાદી બહાર પાડી છે.

સીડીએસસીઓની યાદીમાં કેલ્શિયમ અને વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સ, ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત દવાઓની યાદીમાં આંચકી અને ચિંતામાં વપરાતી ક્લોનાઝેપામ ગોળીઓ, પેઇન કિલર ડીક્લોફેનાક, શ્વાસ સંબંધી રોગો માટે વપરાતી એમ્બ્રોક્સોલ, ફંગલ વિરોધી ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટી વિટામિન અને કેલ્શિયમ ગોળીઓનો પણ સમાવેશ થાય છે.

સીડીએસસીઓએ 53 દવાઓની ગુણવત્તાની ચકાસણી કરી હતી, પરંતુ માત્ર 48 દવાઓની યાદી બહાર પાડી હતી.  કારણ કે 53માંથી 5 દવા બનાવતી કંપનીઓએ કહ્યું કે આ તેમની દવાઓ નથી, બલ્કે તેમના નામે નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે.  આ પછી તેને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.આ દવાઓ હેટેરો ડ્રગ્સ, એલકેમ લેબોરેટરી, હિંદુસ્તાન એન્ટિબાયોટિકસ લિમિટેડ (એચએએલ), કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ, મેગ લાઇફસાયન્સીઝ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર જેવી અગ્રણી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી હતી.

પેટના ઇન્ફેૈકશન માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનિડાઝોલ પણ પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. આ દવાનું નિર્માણ પીએસયુ હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ટોરેન્ટ ફાર્મા દ્વારા વિતરિત અને ઉત્તરાખંડ સ્થિત પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા નિર્મિત વિટામિન સી અને ડી-3 ટેબલેટ શેલ્કલ પણ પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. કોલકાતાની ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ  ક્લેવમ 625 અને પેન ડીને નકલી ગણાવી છે.

આ જ પ્રયોગશાળાએ હૈદરાબાદ સ્થિત હેટેરો કંપનીની સેપેોડેમ એક્સી 50 ડ્રાય સસ્પેન્શનની ગુણવત્તાને હલકી ગણાવી છે. આ દવા બેક્ટેરિયલ ઇન્ફેકશનમાં બાળકોને આપવામાં આવે છે. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્મા લિ.ની પેરાસિટામોલ ગોળીઓને પણ ખરાબ ગુણવત્તાવાળી ગણાવવામાં આવી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.