૨૪ કલાકમાં સૈનિકોને મતદાન પત્રની પાસવર્ડવાળી પીડીએફ ફાઈલ મોકલી દેવાશે
રાજકોટ શહેરની ચાર સહિત પ્રથમ તબકકાની ૮૯ બેઠકોમાં ૯મી ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે અંતિમ દિવસે ૬૮ રાજકોટ પૂર્વમાંથી એક અને ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાંથી બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચ્યું છે. શહેરની ચારેય બેઠકોમાં કુલ ઉમેદવારોની સંખ્યા ૫૩ ફાઈનલ થઈ ગઈ છે.શહેરની ચાર બેઠકોમાં આજે અંતિમ દિવસે કુલ ૩ ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા છે. આ ત્રણેય ઉમેદવારી પત્રો અપક્ષ ઉમેદવારનાં હતા. ૬૮ રાજકોટ પૂર્વમાંથી અપક્ષ ઉમેદવાર વલ્લભભાઈ પોલાભાઈ દુધાત્રાએ ફોર્મ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠકમાંથી અપક્ષ ઉમેદવારો પ્રવિણભાઈ મેઘજીભાઈ દેગડા અને મુકુંદભાઈ ગોવિંદભાઈ દુધાત્રાએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચ્યુ છે.
વિધાનસભા બેઠકોમાં ઉમેદવારો ફાઈનલ થઈ જતા જિલ્લા ચૂંટણીપંચે આજથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શ‚ કરી દીધો છે.
શહેરની મતદાર યાદીમાં નામ ધરાવતા સૈનિકો કે પોલીસ અધિકારીઓ કે જેઓ અન્ય સ્થળે ફરજ પર હોવાથી મતદાન કરવા અહીં આવી શકે તેમ નથી. તેઓને ૨૪ કલાકની અંદર પાસવર્ડ સાથેની મતદાન પત્રકની ફાઈલ મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોને ૩:૩૦ કલાકે પ્રતિક ફાળવણી કરવામાં આવશે. ૨૮મીથી ઈવીએમ મશીનની તૈયારીઓ શ‚ કરી દેવામાં આવશે.
૬૯-રાજકોટ પશ્ર્ચિમ
વિજયભાઈ રૂપાણી (ભાજપ)
ઈન્દ્રનીલ રાજયગુરુ (કોંગ્રેસ)
વિજયભાઈ પરમાર (બસપા)
ભરતભાઈ વિરાણી (રાષ્ટ્ર મંગલ મિશન પાર્ટી)
મહેશભાઈ ભુત (ગુજરાત જન ચેતના પાર્ટી)
કેતન ચંદારાણા (શિવ સેના)
ધનરાજસિંહ ચૌહાણ (અપક્ષ)
ચિમનભાઈ મારૂ (અપક્ષ)
નારણભાઈ વકાતર (અપક્ષ)
જીતેન્દ્ર ચૌહાણ (અપક્ષ)
સિધ્ધરાજસિંહ જાડેજા (અપક્ષ)
વલ્લભભાઈ મશરૂ (અપક્ષ)
હરિભાઈ પરમાર (અપક્ષ)
ચિમનલાલ ભુવા (અપક્ષ)
રાજેન્દ્રકુમાર ચૌહાણ (અપક્ષ)
ધર્મેશ ઉપાધ્યાય (અપક્ષ)
બીના લાડાણી (અપક્ષ)
૭૦-રાજકોટ દક્ષિણ
અંજુ પાડલીયા (બસપા)
ગોવિંદભાઈ પટેલ (ભાજપ)
ડો.દિનેશ ચોવટીયા (કોંગ્રેસ)
વિનોદભાઈ દેસાઈ (એનસીપી)
ગિરીશભાઈ મારવીયા (આપ)
નિશાંતભાઈ પટેલ (શિવસેના)
અઝીઝ વિરાણી (અપક્ષ)
અતુલભાઈ કુબાવત (અપક્ષ)
જયપાલસિંહ તોમર (અપક્ષ)
વિનોદભાઈ મકવાણા (અપક્ષ)
રાકેશભાઈ સોરઠીયા (અપક્ષ)
૭૧-રાજકોટ ગ્રામ્ય
કિરણભાઈ મકવાણા (બસપા)
લાખાભાઈ સાગઠીયા (ભાજપ)
વશરામભાઈ સાગઠીયા (કોંગ્રેસ)
હર્ષદ મકવાણા (એનસીપી)
હર્ષદભાઈ ધમ્મર (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી)
કિશનભાઈ પરમાર (અપક્ષ)
રમેશભાઈ ડાંગર (અપક્ષ)
દિનેશભાઈ પરમાર (અપક્ષ)
ડો.જયેશભાઈ દેગડા (અપક્ષ)
પૂંજાભાઈ સોલંકી (અપક્ષ)
કૌશિકભાઈ મકવાણા (અપક્ષ)
સતીષભાઈ સાગઠીયા (અપક્ષ)
જયેશ સાગઠીયા (અપક્ષ)
૬૮-રાજકોટ પૂર્વ
અરવિંદભાઈ રૈયાણી (ભાજપ)
મિતુલભાઈ દોંગા (કોંગ્રેસ)
માધુભાઈ ગોહેલ (બસપા)
જીગ્નેશભાઈ ધોળકીયા (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી)
અજીતભાઈ લોખીલ (આપ)
કરણાભાઈ માલધારી (જેડીયુ)
રામદેવસિંહ વાઘેલા (અપક્ષ)
ભાવેશભાઈ ભાલારા (અપક્ષ)
જેરામભાઈ રાણપરીયા (અપક્ષ)
મુકેશભાઈ રામાણી (અપક્ષ)
રેખાબેન પરમાર (અપક્ષ)
મોહસીનભાઈ રાઉમા (અપક્ષ)