પુલવામા હુમલાની જેમ જ સુપર નાઈન્ટી વિસ્ફોટકોનો ઉપયોગ કરવાનું ષડયંત્ર બનાવાયું નાકામ
પુલવામામા જેવા જ આતંકવાદી હુમલાને ટાળવામાં ભારતીય સૈન્યને સફળતા સાંપડી છે. ગુરૂવારે કાશ્મીરના કારેવા વિસ્તારમાંથી સેનાએ ૫૨ કિલો જેટલા વિસ્ફોટકો ઝડપી લીધા હતા. આ વિસ્તાર ગયા વર્ષે થયેલા ભીષણ હુમલાથી બહુ દુર નથી. સેનાનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટકો જયાં મળી આવ્યો હતો તે વિસ્તાર પુલવામાકાંડની તે જગ્યાથી ૯ કિમી દુર જમ્મુ-કાશ્મીર હાઈવે પર આવેલો છે. પુલવામા થયેલા ભીષણ હુમલામાં કેન્દ્રીય સુરક્ષાદળના ૪૦ જેટલા જવાનો શહીદ થયા હતા.
સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે પુલવામા જેવા મોટા હુમલા જેવી એક મોટી ઘાત ટાળવામાં સફળ થયા છીએ. સેનાના સુત્રોએ જણાવ્યું હતું કે, સિન્ટેક્ષની ટાંકીમાં છુપાવેલ વિસ્ફોટકો કોરવા વિસ્તારમાં ગળીકલ નામના વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન ૮ વાગ્યે મળી આવ્યો હતો. આ વિસ્તારમાં ૪૧૬ પેકેટ વિસ્ફોટક પદાર્થો કે જેનું વજન ૧૨૫ ગ્રામ હતું સાથે સાથે અન્ય ૫૦ જેટલા ડિટોમેટર અન્ય સિનટેક્ષના ટાંકામાંથી સર્ચ ઓપરેશનના બીજા તબકકામાં મળી આવ્યા હતા. જે વિસ્ફોટકો મળી આવ્યા હતા તેને સુપર ૯૦ કે એસ-૯૦ના ટુંકા નામથી ઓળખવામાં આવે છે. ગયા વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકો ભરેલી મોટર લઈને પુલવામામા સીઆરપીએફ કેમ્પમાં ઘસી આવ્યો હતો અને આ આત્મઘાતી હુમલામાં ૪૦ જેટલા જવાનો શહીદ થયા હતા. કાશ્મીરીઓએ હુમલો ભીષણ બન્યો હતો.
પાકિસ્તાન સ્થિત આતંકવાદી જુથ જૈસ એ મોહમ્મદએ હુમલાની જવાબદારી ઉપાડી હતી. આ હુમલાના ૧૨ દિવસ પછી ભારતીય યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસી આત્મઘાતી કેમ્પો પર બોમ્બ મારી સફાયો કરી નાખ્યો હતો. આ કાર્યવાહીથી બંને દેશોના સંબંધો તંગ બન્યા હતા. ગયા મહિને જ એનઆઈએ દ્વારા કેસની ચાર્જશીટમાં આ હુમલાનું કાવતરું અને જેસ મોહમ્મદ દ્વારા તે કેવી રીતે પાર પાડવામાં આવ્યું હતું. એનઆઈએની આ હુમલાકાંડમાં મસુદ અઝહર અને તેના ભાઈ રફીક અસગર અને અન્ય કેટલાકના નામો ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યા છે.