- પ્રદુષણ ઓકતી અને ખખડધજ બસનો ત્રાસ બંધ
- સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા બાવન પૈકી 10 બસને ફલેગ ઓફ કરાવશે: ટૂંક સમયમાં નવી 48 સીએનજી બસ આવશે
રાજકોટવાસીઓને આવતીકાલથી પ્રદુષણ ઓકતી ડિઝલ સંચાલીત સિટી બસ ના ત્રાસમાંથી મુકિત મળી જશે કાલે નવી નકકોર બાવન સીએનજી સિટી બસ રાજમાર્ગો પર દોડવા માંડશે. તેની જાહેરાત કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરિત એસ.પી.વી. ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં હાલ 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત તેમજ 65 ઇલેક્ટ્રિક બસ(20 બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં 45) ચલાવવામાં આવે છે.
શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપેહાલમાં કાર્યરત ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કરેલ.જે અંતર્ગત ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા શહેરી બસ સેવા માટે 100 નોન એ.સી. સી.એન.જી. મીડી બસ ના પ્રોક્યોરમેન્ટ તથા ગ્રોસકોસ્ટ મોડલથી સપ્લાય કરવાના કામની જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. આ કામની એજન્સીને ગ્રોસ કોસ્ટ મોડેલથી ડ્રાઇવર, ક્ધડક્ટર, ફ્યુલ, ઓપરેશન તથા મેઈનટેનન્સ સાથે આઠ વર્ષ ચલાવવા માટે 100 સી.એન.જી. ફ્યુઅલ સંચાલિતબસ શરૂ જણાવેલ છે.
જે અંતર્ગત એજન્સી દ્વારા પ્રથમ તબક્કામાં શહેરમાં હાલમાં કાર્યરત બાવન ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી બાવન સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવનાર છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જણાવે છે કે,આ નવી બાવન સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ પૈકી ટોકન સ્વરૂપે 10 દસ બસનું લોકાર્પણ ફલેગ ઑફ આવતીકાલે સાંજે 6:15 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવશે અને શહેરમાં બાવન ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી બાવન સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થશે. આ લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.
આ નવી બાવન સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો. માધવદવે, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ઉપસ્થિત રહેશે.
શહેરમાં નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે.
આજે આ નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમને આખરી ઓપ આપવા કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સિટી એન્જીનીયર અલ્પના મિત્રા, ડેપ્યુટી એન્જીનીયર જયેશ કુકડીયા, જગદીશ શિંગાળા,મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર વિપુલ ઘોણીયા, આર.આર.એલ.ના અધિકારી-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી, સ્થળ મુલાકાત કરવામાં આવી. જેમાં અધિકારીઓને ફ્લેગ ઓફ સ્ટેજ, સાઉન્ડ, બસ પાર્કિંગ, સફાઇ વગેરે કામગીરી અંગે સૂચના આપવામાં આવી છે.