ભૂતપૂર્વ સી.એમ. ત્રિવેન્દ્ર રાવત સરકાર વિરૂધ્ધ તીર્થ પૂરોહિતોના આંદોલનના કારણે નિર્ણય
રાજયના મુખ્ય મંદિરોનાં સંચાલન માટેના બોર્ડની રચના ડિસેમ્બર 2019માં ભૂતપૂર્વ સીએમ દ્વારા કરવામાં આવી હતી
હાઈકોર્ટે મહંતોની અરજી રદ કરી ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ ખાસ અરજી દાખલ કરી અને તેમને ટેકો આપ્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્યમંત્રી તીર્થસિંહ રાવત એ શુક્રવારે જણાવ્યું કે ઉતરાખંડ સરકાર ચારધામ દેવસ્થાનમ બોર્ડ સાથે નિયમથી ચાર ધામ સહિતના 51 મંદિરોને અમલદારોનાં હાથમાંથી મહંતોને સોંપવામા આવશે.
ત્રિવેન્દ્ર રાવત સરકારે રજૂ કરેલા દેવસ્થાન બોર્ડ અધિનિયમની વિરૂધ્ધ તીર્થ પૂરોહિતો આંદોલન કરી રહ્યા હતા જેમાં મુખ્યમંત્રીએ આપેલા વચનોનું પાલન કર્યું અને મહંતોને મંદિરો સોંપવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આ બેઠકમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને મેં બધાને ખાતરી આપી છે કે અમે આ અધિનિયમની સમીક્ષા કરીશુ અને તેના અંતર્ગત આવેલા 51 મંદિરોને સૂચિત કરીશું. રાજયના મુખ્ય મંદિરોનાં સંચાલન માટેના બોર્ડની રચના ડિસેમ્બર 2019માં ભૂતપૂર્વ સીએમ ત્રિવેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. તેના કારણે પુજારી સમુદાયની પ્રતિક્રિયા થઈ હતી, જેણે ઉતરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અને તેને મંદિરોના કામકાજના સંચાલન માટે પુજારીઓનાં પરંપરાગત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતુ. તેમને ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ ટેકો આપ્યો તહો. અને જેમણે કોર્ટમાં તેમના કેસની દલીલ કરી હતી. પાછલા વર્ષે મહંતોની અરજીને હાઈકોર્ટે રદ કરી હતી, ત્યારબાદ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં ખાસ રજા અરજીદાખલ કરી હતી. શુક્રવારે સીએમ રાવતની જાહેરાતનું તીર્થ પૂરોહિત સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ ચારધામ તીર્થનાં પ્રવકતા બ્રિજેશ સતીએ જણાવ્યું હતુકે, આ એક સારો નિર્ણય છે. અમને અપેક્ષા હતી કે તે અમારી માંગણીઓનું સમર્થન કરાશે અને સરકાર તેમના વચનનું પાલન કરશે.
આ ઘોણા સાથે મુખ્યમંત્રીએ તેમના પુરોગામી દ્વારા લેવામાં આવેલા અન્ય એક નિર્ણયને પલટાવ્યો હતો. ગયા મહિને ચાર્જ સંભાળ્યા પછી તુરંત મુખ્યમંત્રી રાવતે કોવિડ 19 ગાઈડલાઈન્સ સંબંધીત ફફડાટ ભરવાનાં ધારા ધોરણો પર નોંધાયેલા તમામ લોકો સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચી લીધા છે. તેમણે ત્રિવેન્દ્ર રાવતના કાર્યકાળમાં ભાજપના 200થી વધુ કાર્યકરોને પણ બરતરફ કર્યા હતા. જેમને પ્રધાન અથવા રાજય પ્રધાન આપવામા આવ્યા હતા.