કાલાવડ તાલુકાના આણંદપરના ગુ‚કૃપાધામ આશ્રમ ‘હનુમાનધાર’ ખાતે તા.૨૪ થી ૨૫ બે દિવસ ૫૧ કુંડી શ્રી મારૂતીયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં લુલી લંગડી બીમાર ગાયો અન્નક્ષેત્ર તેમજ વિશ્ર્વકલ્યાણ અર્થે તા.૨૪ના શનિવારે બપોરે ૩ વાગ્યે જલયાત્રા સાથે ૫૧ કુંડી મારૂતી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં આણંદપર ગામ ચારણ પીપળીયા છાપરા પીપરડી નીકાવા ગામના યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધેલ અને પ્રસાદ લીધેલ રાત્રે સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
શ્રીમાનોકામના સિધ્ધ હનુમાનજી મહારાજ ગૂરૂકૃપા આશ્રમના મહંત કરૂણાનંદ ભારતીબાપુ ગૂ‚ અખંડાનંદ ભારતીબાપુ તેમજ રાજકોટ જીલ્લા કલેકટર શ્રીવિક્રાંત પાંડે સાહેબ પી.જી.વી.સી.અલે.નિવૃત ડે. એન્જીનીયર આઈએમ જાહેજા હરભમજી જાડેજા મોટામવા અનિ‚ધ્ધસિંહ જાડેજા છાપરા દશરથસિંહ જાડેજા આણંદપર ધનજીભાઈ રાખોલીયા સમજુભા જાડેજા ધનુભા કેશવજીભાઈ જેસડીયા અકિલાનાં મશીનવિભાગનાં પરેશભાઈ તેમનો પરિવાર ન્યુઝ પેપર એજન્ટ ભરતભાઈ બગડા આણંદપર તેમા આજુબાજુનાં ગામના ભકત ગામ ઉપસ્થિત રહેલ એ તા.૨૪ તા.૨૫ બેદિવસ ૫૧ કુંડી મા‚તી યજ્ઞનો લાભ લીધેલ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવવા આણંદપર ગામ સમસ્ત તથા કામઘેનું યુવા ગ્રુપ તેમ સરપંચએ જહેમત ઉઠાવેલ હતી.