- 11 મો જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન
- પિતા વિહોણી 51 દીકરીઓને 75 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હોંશભેર સાસરે વળાવાશે
રાજકોટ ન્યૂઝ : રાજકોટના આંગણે ડ્રીમ પાર્ટી પ્લોટ ગ્રુપ દ્વારા પિતા વિહોણી સર્વ જ્ઞાતિઓના 51 દીકરીઓ ના 11 માં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપમાં 51 દીકરીઓના જાજરમાન સમૂહ લગ્ન માં દીકરીઓને 75 થી વધુ આઈટમ આણામાં આપીને ભારે હૈયે સાસરે વળાવવામાં આવશે.
જે દીકરીએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે તેવી દીકરીઓને જાજરમાન લગ્નના કોડ પુરા કરશે.
રાજકોટના આંગણે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપ દ્વારા પિતા વિહોણી સર્વ જ્ઞાતિઓને 51 દીકરીઓના સમૂહ લગ્ન નું 23/ 3 ને શનિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન ઉત્સવમાં તારીખ 23 /3 ને શનિવારે સાંજે 5:00 કલાકે જાન આગમન તેમજ 8:30વિશે હસ્તમેળાપ અને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો નું આયોજન કરવામાં આવ્યું છે આ લોકડાયરામાં જયમંતદવે ,દાસ શ્યામ ,શીતલબેન પટેલ મયંક બારોટ ,રીના ઠક્કર અને દક્ષા પટેલ સહિતના કલાકારો પોતાની કલા પીરસશે તેમજ આ કાર્યક્રમમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઇન્દ્રભારતીબાપુ જુનાગઢ, માધવપ્રિયદાસજી સ્વામી રાજેન્દ્ર દાસજી બાપુ, ભાસ્કર આનંદ બાપુ અને સ્વામી ધર્મ વત્સલ મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે.
તેમજ આમંત્રિત મહેમાનોમાં પૃથ્વીસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા ,લાખાભાઈ સખીયા પીન્ટુભાઇ ,પ્રકાશભાઈ રાવરાણી, અરવિંદભાઈ કણસાગરા, શિવાભાઈ આદ્રોજા , કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહેશે
અબતક શુભેચ્છા મુલાકાતે આવેલા યોગેશભાઈ સાકરીયા એ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષ થયા આ સમૂહ લગ્ન કરવામાં આવે છે દર વર્ષે 11 દીકરીઓનો વધારો કરવામાં આવે છે પિતા વિહોણી જ્ઞાતિઓની 51 દીકરીઓને જાજરમાન સમૂહ લગ્ન કરવામાં આવશે દીકરીઓને 75 વસ્તુનો કરિયાવર સાથે ભારે હૈયે રાત્રે વળાવવામાં આવશે પ્રથમ વખત જ્યારે આ સમૂહ લગ્ન કરવામાં આવ્યા ત્યારે રમેશભાઈને વિચાર આવ્યો હતો .
પરીઓને લગ્ન બાદ પણ તેમની જવાબદારી સંભાળવામાં આવે છે લગ્ન બાદ ત્યારે પણ દીકરીઓને કોઈ બીમારી હોય તો તેમની એક પિતા તરીકેની જવાબદારી અમારા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે તેમને આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે.
અબતક ની શુભેચ્છા મુલાકાતે રમેશભાઈ રીબડીયા, રાજનભાઈ સખીયા પ્રવીણભાઈ સખીયા, પંકજભાઈ સખીયા યોગેશભાઈ સાકરીયા ,કિશોરભાઈ સોજીત્રા અનિલભાઈ માવાણી, ઓમ વિરડીયા, સંજયભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા