વૈરાગી સાધુઓએ સંસારીઓની ચિંતા કરી: 6000 જાનૈયા મહેમાનોએ પ્રસાદ લીધો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને 75 વર્ષ પૂર્ણ થતા તારીખ 22 થી 26 ડિસેમ્બર રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર મવડી – કણકોટ રોડ પર બનાવાયેલ સહજાનંદ નગરમાં ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. તે પૂર્વે સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. . જેમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન તા.14 ડિસેમ્બર, બુધવારના રોજ સવારે 7:00 થી 12:30 વાગ્યા દરમિયાન સહજાનંદ નગરમાં જ ઉજવાયો હતો.
લગ્ન સમારોહના અધ્યક્ષશ્રી વસંતભાઈ લીંબાસીયાના જણાવ્યા મુજબ ’ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન છેલ્લા 75 વર્ષથી શૈક્ષણિક, સામાજિક, અને આધ્યાત્મિક સેવાની સરવાણી વહાવી રહી છે.
75 વર્ષ પૂર્ણ કરી જ્યારે ગુરુકુલ સંસ્થા અમૃતકાળમાં પ્રવેશી રહી છે ત્યારે ’અમૃત મહોત્સવ’ યોજાનાર છે. આ મહોત્સવના સામાજિક સેવાના ભાગરૂપે ગુરુકુલ દ્વારા તા. 14 ડિસેમ્બરે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુરતના મુકેશભાઈ મોતીસરીયા, હૈદરાબાદના શિવલાલભાઈ પટેલે આર્થિક સેવા સહયોગ આપ્યો છે.
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આ પ્રસંગે 51 જેટલા નવયુગલો જોડાયા હતા.. જેમાં ક્ધયાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત કબાટ, બેડ, ગાદલા, વાસણો વગેરેની ભેટ આપવામાં આવી હતી.