વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ 10પમી વખત કર્યુ રકતદાન: ડી.આર.એમ અશ્વની કુમાર સહિતના મહાનુભાવો રહ્યા હાજર
રાજકોટ ખાતે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાના સ્વર્ગસ્થ દાદા જે પુ. માહુરકરની જન્મ જયંતિ નિમિતે મહા રકતદાન કેમ્પનું આયોજન કોઠી કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વખતે 81 મો કેમ્પ હતો જેમાં 504 રક્તદાતાઓએ રક્તદાન કરેલ હતું આ કેમ્પમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, હાપા ,જામનગર પડધરી, હળમતીયા, અલિયાબાડા, રાજકોટ, વાંકાનેર, થાન મોરબી, નવલખી, સુરેન્દ્રનગર, લખતર , વણી રોડ સુધીના રાજકોટ ડિવિઝન ના વિવિધ સ્ટેશનોથી વિવિધ કેટેગરીના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં સંખ્યામાં રક્તદાન કરવા ઉપસ્થિત રહ્યા હતા.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં આમંત્રિત મહેમાનો ડીઆરએમ અશ્ર્વિની કુમાર, જનરલ સેક્રેટરી આર જી કાબરજી, એડીઆરઅમે કૌશલ કુમાર ચૌબે, કશ્યપ ભાઈ શુક્લા, ડો રાજકુમાર , સીનીયર ડીસીએમ સુનીલ કુમાર મીના, ઇન્દ્રજીત સિંગ, કિરનેન્દુ આર્ય, સુધીર કુમાર દૂબે , ડિવિઝનલ સેક્રેટરી ભરત ડાભી, જીતુભાઈ મહેતા, દર્શિત જાની પ્રમુખ બ્રહ્મ સમાજ, નરેન્દ્ર સિંહ જાડેજા પ્રમુખ રાજકોટ લોધીકા સંઘ વગેરે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા હિરેન મહેતાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા 1982 માં માજી નાણામંત્રી સ્વ. મનોહર સિંહજી જાડેજા ની પ્રેરણાથી અને સ્વ દશરથભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન થી રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હતું જે આજે પણ સતત રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છીએ. મનોહર સિંહજી જાડેજા એ ત્યારે જણાવેલ હતું કે માનવ કલ્યાણ ની આ પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ જે એક અવિરત રક્ત પ્રવાહ નો પ્રયત્ન રુપે આજે પણ કરી રહ્યા છીએ. જેનાથી રક્તદાન માટે જનજાગૃતિ વધે અને લોકો રક્તદાન કરવા માટે પ્રેરિત થાય અને જરૂરિયાત મંડળ દર્દીઓને સમય પર રક્ત મળી રહે જીવન મળી રહે એવી અમારી કોશિશ રહે છે રક્તદાન કરવાના અનેક ફાયદાઓ છે દાન માં સર્વ શ્રેષ્ઠ છે.
હું આજે 105 મી વખત રક્તદાન કરી યુવા વર્ગને પ્રેરિત કરવા માગું છું કે રક્તદાન જરૂર કરવું જોઈએ આ સાથે આમંત્રિત મહેમાનો ડી આર એમ અશ્વિનીકુમાર એડીઆરએમ કૌશલ કુમાર મુંબઈથી પધારેલા જનરલ સેક્રેટરી આર જી કાબરજી અન્ય ઓફિસરો તથા મંચસ્થ આમંત્રિત મહેમાનો નો આ કેમ્પમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અશ્વિનીકુમાર ડી આર એમ રાજકોટ એ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે માનવ જીવનના અસ્તિત્વ માટે માનવ શરીરમાં શિરાઓ માં વહેતું રક્ત માનવને જીવંત રાખનાર છે એટલે જ સમાજમાં વિવિધ સ્તરો પર ફિલ્મોમાં ઇતિહાસમાં વેદ પુરાણ અને મહાભારતમાં રક્તની વાત કોઈને કોઈ મહત્વપૂર્ણ રીતે રજૂ કરાયેલ છે.
આજના સમયમાં હજુ સુધી કોઈપણ રાષ્ટ્રના વૈજ્ઞાનિકો દ્વારા કે ટેકનોલોજી દ્વારા માનવ રક્ત બનાવી શકાયું નથી એક માનવ જીવનને જરૂરિયાત હોય ત્યારે માનવ રક્તથી જ બચાવી શકાય છે એવી આ મહત્વપૂર્ણ રક્ત દાનની મહા સેવા યજ્ઞ માં રક્તદાન કરનારા રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે માનવ જીવનના અમૂલ્ય રક્તને જરૂરત મંદ સુધી પહોંચાડવા માટે માનવીય પ્રવૃત્તિ કરનાર વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતા અને તેમની ટીમને આવા સફળ આયોજન બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
હિરેન મહેતા ના 105 મી વખતના બ્લડ ડોનેશન કરવા બદલ મંચસ્થ આમંત્રિત મહેમાનો, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ની પૂરી ટીમ, મહિલાવીંગ ના હસ્તે મોમેન્ટો પ્રદાન કરી તેમનું સન્માન કરેલ તથા તેમના સ્વસ્થ જીવન અને વધુને વધુ લોકકલ્યાણના કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવેલ હતી.
આ કેમ્પમાં રમીજ બેલીમ અને અન્ય ત્રણ મુસ્લિમ ભાઈઓ એ રોઝા રાખી ને પણ રક્તદાન કરી આ ઉમદા કાર્ય માં પોતાનું યોગદાન આપેલ તથા મહિલાઓ એ માનવસેવા માટે ની આ પ્રવૃત્તિ માં ઉત્સાહ ભેર રક્તદાન કરી માનવસેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.