- વિજ્ઞાન ભારતીના ગુજરાત એકમ વિજ્ઞાન ગુર્જરીના ઉપક્રમે
- સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતમાં 251 સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાશે:રાજકોટ ખાતે 101 સંસ્થાઓના 10 હજાર વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન અપાશે
- રાજયભરમાં સફળતા પૂર્વક 50 હજાર છાત્રોને ભારતીય વૈજ્ઞાનિકો
- સાથે જોડવા કો.ઓર્ડીનેટર્સ નિમાયા: તડામાર તૈયારીઓ શરૂ
ભારતીય વિજ્ઞાન પરંપરા અને સિદ્ધિઓનો અર્વાચીન વિજ્ઞાન સાથે તાલમેલ મેળવી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવાના શુભઆશયથી કાર્ય કરી રહેલી સંસ્થા એટલે વિજ્ઞાન ભારતી (વિભા). વિજ્ઞાન ભારતીનું ગુજરાત એકમ એટલે વિજ્ઞાન ગુર્જરી. આપણી સંસ્કૃતિ, સ્વદેશી વિજ્ઞાન તથા વસુધૈવ કુટુંબકમની ભાવના હૃદયમાં રાખી, વિજ્ઞાન ગુર્જરી સમગ્ર ગુજરાત તેમજ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં કાર્ય કરે છે. વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન અને અધ્યાત્માના સુમેળ પર ભાર મૂકે છે તથા ગ્રામીણ વિકાસમાં વિજ્ઞાન, સામાજિક સશક્તિકરણ, નારી વૈજ્ઞાનિક શક્તિ અને તાંત્રિક વિજ્ઞાનના પાયાથી લઈ ઉચ્ચકક્ષા સુધી લોકોને જોડવાનું અને સમાજ તથા દેશને ઉપયોગી થવા માટે કામ કરે છે. સમાજના સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન ગુર્જરી વિશ્વવિદ્યાલયો, સંશોધન સંસ્થાનો અને વિકાસ સંસ્થાઓ તથા અન્ય સમાન વિચારસરણી વાળી સંસ્થાઓ સાથે તાલમેલ સાંકળવામાં માને છે. વિજ્ઞાન અને તાંત્રિકતામાં થયેલ પ્રગતિના ફળ સમાજને પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરે છે.
વિજ્ઞાન ગુર્જરી ગુજરાત વિજ્ઞાન સંમેલન (ૠટજ), સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ (જઈંઋ), પ્રોજેક્ટ થી પ્રોડક્ટ (ઙ2ઙ), એક માસ વૈજ્ઞાનિક ખાસ કોન્ફરન્સ પ્રતિયોગિતા, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (ટટખ), વર્લ્ડ આયુર્વેદા કોન્ફરન્સ (ઠઅઈ), ભારતીય વિજ્ઞાન સંમેલન (ઇટજ) વગેરે જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ લોકોમાં વિજ્ઞાન અંગે જાગૃતિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે.
વિજ્ઞાન ગુર્જરી એ શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે, જે હેતુસર નિયમિત રીતે વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્રમમાં વર્કશોપ તથા સેમિનારનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓ ઇનોવેશન માટે વધુને વધુ જાગૃત તથા પ્રોત્સાહિત થાય તે આશયથી વિજ્ઞાન ગુર્જરી દ્વારા 2021 થી શરૂ કરી પ્રતિ વર્ષ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ જઈંઋ વર્ષ 2021માં યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત 16 એક્સપર્ટ ટોક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વિતીય જઈંઋ 2022માં યોજાયેલ હતો. જેમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતની સૌથી લાંબી એક્સપર્ટ ટોપ શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જઈંઋ-2022 દરમિયાન ગુજરાતની 75 અલગ અલગ કોલેજો, યુનિવર્સિટીઓ તથા શાળાઓમાં 75 એક્સપોર્ટ લેક્ચર આપવામાં આવ્યા હતા. જેનો લાભ 10,000 ઉપરાંત વિદ્યાર્થીઓએ લીધો હતો. આ ઉપરાંત એક જ દિવસમાં 361 અલગ-અલગ શાળા, કોલેજો અને સંશોધન સંસ્થાઓમાં 361 નિષ્ણાતો દ્વારા 361 એક્સપર્ટ લેક્ચર યોજી વિશ્વ વિક્રમ સર્જીઓ હતો જેમાં 37,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે એટલે કે વર્ષ 2024માં 01 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 નું આયોજન થવા જઈ રહ્યું છે જે અંતર્ગત રાજ્યભરમાં 501 કાર્યક્રમનું આયોજન થશે સાથો સાથ 1001 વૃક્ષોનું વૃક્ષારોપણ પણ થશે. જઈંઋ-2024 માટેના વક્તવ્યની મુખ્ય થીમ વૈશ્વિક સ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું યોગદાન રહેશે. ઉપરાંત જઈંઋ-2024ની સબ થીમ્સમાં ભારતીય વૈજ્ઞાનિકોના જીવન અને પ્રેરણા, ભારતીય પરંપરાઓ અને વિજ્ઞાન, ભારતીય વિશ્વવિખ્યાત વિજ્ઞાન સંશોધન સંસ્થાઓ પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકોનું યોગદાન, આધુનિક ભારત બનાવવા માટે ભારતના વૈજ્ઞાનિકોનો યોગદાન વગેરેનો સમાવેશ થાય છે. જઈંઋ 2024 નો લાભ અંદાજે 50,000 ઉપરાંત લેશે.
ભારતીય વૈજ્ઞાનિકો અને ભારતીય વિજ્ઞાન નું વૈશ્વિક પ્રદાન શાળા કોલેજના છાત્રો સુધી પહોંચે અને છાત્રો તેમાંથી પ્રેરણા લઈ ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતની પરિકલ્પના સાકાર કરે તેવા શુભ હેતુ સાથે વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી પ્રોફેસર ચૈતન્ય ભાઈ જોશી, ગુજરાત પ્રાંત ના સચિવ શ્રી ઇજનેર જીગ્નેશભાઈ બોરીસાગર ના સફળ માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન ના ક્ધવીનર પ્રોફેસર નિકેશભાઈ શાહ, કો ક્ધવીનર પ્રોફેસર પ્રદીપભાઈ જોશી, સૌરાષ્ટ્ર કચ્છની સમગ્ર શાળા ના સંયોજક તરીકે ડોક્ટર અતુલભાઇ વ્યાસ, ઇજનેરી કોલેજોના સંયોજક તરીકે ડોક્ટર આશિષભાઈ કોઠારી, વિજ્ઞાન કોલેજ અને ફાર્મસી કોલેજના સંયોજક તરીકે ધરતી બેન જોશી, વિવિધ યુભિનવર્સિટી ઓ નું તથાકોડીનેશન કરવા સંયોજક તરીકે ડોક્ટર દેવિતભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્ર કચ્છની કોમ્પ્યુટર કોલેજો નું સંકલન કરવા ક્ધવીનર તરીકે પ્રોફેસર કિશોરભાઈ આટકોટિયા તથા વિજ્ઞાન ગુર્જરી ના ઇન્સ્ટિટયૂટ મેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર કે યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, વીવીપી ઇજનેરી કોલેજ, ગવર્મેન્ટ ઈજનેરી કોલેજ, હરીવંદના ગ્રુપ ઓફ કોલેજ વગેરે સંસ્થાઓ માં સંસ્થા દ્વારા સંયોજકોની નિમણૂક કરવામાં આવેલ છે આગામી 1 થી 12 ઓગસ્ટ 2024 દરમિયાન જુદી જુદી 501 સંસ્થાઓમાં 501 નિષ્ણાતો મારફત કાર્ય શાળાઓ યોજાનાર છે. આ સાથે પર્યાવરણ નું રક્ષણ થઈ શકે તે માટે દરેક સંસ્થામાં બે વૃક્ષોનું વાવેતર પણ કરવાનું આયોજન કરાયેલ છે જેનાથી કુલ 1002 જેટલા રોપાઓની વાવણી કરવામાં આવશે અને તેમનું જતન જે તે સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું આયોજન કરાયેલ છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં તથા તાલુકાઓમાં સરકારી શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયો, સંશોધન સંસ્થાઓ વિગેરે તમામ ક્ષેત્રે ઉપરોક્ત કાર્યક્રમ યોજવાના છે. વિજ્ઞાન ગુર્જરી સૌરાષ્ટ્ર કચ્છના કો ક્ધવીનર પ્રોફેસર પ્રદીપભાઈ જોશી એ જણાવેલ છે કે રાજકોટ કે સૌરાષ્ટ્ર માંથી કોઈપણ સંસ્થા સ્વૈચ્છિક રીતે ઉપરોક્ત ભારતીય વૈજ્ઞાનિક મુવમેન્ટમાં જોડાવા ઈચ્છુક હોય અથવા કોઈ તજજ્ઞ પણ પોતાનું પ્રદાન આપવા ઈચ્છુક હોય તો વિજ્ઞાન ગુર્જરી ના પ્રદીપભાઈ જોશી મોબાઇલ નંબર 8780595514 નો સંપર્ક કરી શકશે જેથી તેમને લજ્ઞજ્ઞલહય લીંક આપવામાં આવશે જેમાં તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને તેમની સંસ્થાના છાત્રોને નિશુલ્ક કાર્ય શાળાનો લાભ અપાવી શકશે તો વધારે ને વધારે સંસ્થાઓ આ મહિમ માં જોડાય તેવું આહવાન કરાયેલ છે.