કુલ ૭૧.૨૪ કરોડ મોબાઇલ નંબર, ૮૩ કરોડ બેંક એકાઉન્ટ, અને ૧૪.૬૩ કાયમી ખાતા નંબરો આધાર સાથે લીંક કરાયા છે: રિપોર્ટ
જયારથી આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારથી આધાર કાર્ડ કઢાવવાની પડાપડી પણ વધી છે. તો એનરોલ્ટમેન્ટ ઓપરેટરોની અવડાઇઓ પણ વધી છે. જેના મામલે રાજય સભાએ જણાવ્યું હતું કે આધારની પ્રક્રિયા સાથે ચેડા કરનાર ૫૦,૦૦૦ ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા છે. તો રાજય આઇટી મંત્રી અલ્ફોન કનંથનામે જણાવ્યું હતું કે એક ઓપરેટર એન્રોલમેન્ટ દરમ્યાન ગફલત કરવા જતાની જાણ થતાં જ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે કવોલીટી ચેકમાં પણ ગફલત વાળા એનરોલ્ટમેન્ટ રદ કરાયા હતા. કારણ કે આ રીતે આધાર એન્રોલ્મેન્ટ કાયદેસર નથી. માટે જ આધાર એન્રોલ્મેન્ટના નિયમોનું ઉલ્લંધન કરનારા ૫૦,૦૦૦ ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા છે. કારણ કે તે આધાર એકટના નિયમોનું ભંગ છે. યુઆઇડીએઆઇ ઓપરેટરો માટે વર્કશોપનું આયોજન કરે છે. આમ છતાં તેઓ લોચા કરે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં કુલ ૭૧.૨૪ કરોડ મોબાઇલ નંબર, ૧૪.૬૩ કરોડ કાયમી ખાતા નંબર અને ૮૨ કરોડ બેંક એકાઉન્ટ આધાર સાથે લીંક કરવામાં આવ્યા છે.
આધારમાં લોકોની ફિંગરપ્રિન્ટ, સ્કેન અને ડેમોગ્રાફીક માહીતીઓ રહેલી છે. જે ભારતનું સૌથી મોટું બાયોમેટ્રીક ડેટા છે. જો કે સરકારે આધારને વિવિધ યોજનાઓ, સુવિધાઓ જેમ કે મોબાઇલ કનેકશન પાન અને બેંક એકાઉન્ટ જેવી સર્વીસ માટે આધારને ફરજીયાત કર્યુ છે.
ત્યારે આધારની પ્રક્રિયામાં ગફલત કરનારાઓને સરકાર સાંખી લેશે નહીં.