આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓઅને પ્રોફેસરો હંમેશા સામાજિક મુદાઓ અને સમાજ આધારિત સમસ્યાઓ પર કામ કરે છે.આ જ પ્રેરણા હેઠળ તાજેતરમાં પાંચ વિદ્યાર્થીઓ, દેવેન્દ્ર રાઠોર, કલ્પેશ સિંધવ, વિપુલ ડાંગર, અભિજિત મકવાણા, ઠાકરશીમેવાસીયાની ટીમે ડો.વિજયકુમાર, હેડ અનેએસોસિએટ પ્રોફેસર, માઈક્રોબાયોલોજી, સ્કુલઓફ સાયન્સ, આર.કે.યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ આર.કે.યુનિવર્સિટીના સેન્ટર ફોર એન્ટ્રપ્રિન્યરશિપ સાથે મળીને ગુજરાત રાજય બાયોટેકનોલોજી મિશન દ્વારા યોજાયેલી બાયોથોન-રાજય સમસ્યાઓ માટે બાયોટેક સોલ્યુશન્સનું હેકેથોન યોજના અંતર્ગત ઉર્જાના સંરક્ષણ પ્રોજેકટ પર કામ કરવા માટે ૫૦ હજારની રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી.
ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફસાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા અગાઉ ગુજરાત રાજયની સમસ્યાઓને ઓળખી કાઢવામાં આવી હતી. જેમાં પાંચ વિવિધ વિષયો સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને નેચરલ રિસોર્સની જાળવણી હેઠળ વિવિધ ક્ષેત્રોની અગ્રતા પરધ્યાન આપવું વગેરેનો સમાવેશ કરાયો છે. બાયોથોન યોજના હેઠળ કોલેજો, યુનિવર્સિટીઓ, શિક્ષકો, સંશોધકોઅને ઉધોગોના સાહસિકોને અરજીઓ માટે બોલાવ્યા હતા. જેમાં ગુજરાતનીવિવિધ યુનિવર્સિટીઓ માંથી ૧૫૦થી વધુ દરખાસ્તો મળી હતી. ટીમો સાથે સખત ચકાસણી અને ચર્ચા કર્યા પછી, ૨૫ શ્રેષ્ઠ વિચારો સાથે દરેકથી મમાં ૫ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પ્રોટોટાઈપના વિકાસ માટે ૫૦,૦૦૦ની ગ્રાન્ટ આપવામાં આવી છે.
દરેક ટીમને કામના પ્રોટોટાઈપના વિકાસ માટે ૪ મહિના આપવામાં આવી છે. જીએસબીટીએમની નિષ્ણાંત પેનલ આ મોડેલનું મુલ્યાંકન કરશે. તેના આધારે જીએસબીટીએમ દરેક થીમમાં એક વિજેતા જાહેર કરશે જેને રૂપિયા લાખનું ઈનામ આપવામાં આવશે. ડો.વિજયની આગેવાની હેઠળની ટીમ ઉર્જા બચાવ અને લીલા અને સ્વચ્છ ઉર્જાના ઉત્પાદન પર કામ કરી રહી છે. લોકોને તેમના ન્યુનતમ વપરાશ માટે વિજળી મળી રહે તે માર્ગે આ ટીમ કાર્ય કરી રહી છે.