- 18મી ઓગષ્ટે રોજ શિતળા સાતમના દિવસે શહીદોને શ્રધ્ધાજંલી આપવા અનોખો કાર્યક્રમ
- રાજપુત સમાજના ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને ડો. રાજેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી વધુ એક અનોખો રચાશે ઇતિહાસ
જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસીક શહીદ ભુમિ ભુચર મોરી ખાતે આ વર્ષે વર્લ્ડ રેકર્ડ બનાવવા માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંધ ધ્વારા આગામી શિતળા સાતમના દિવસે 5 હજાર રાજપુત યુવાનો આ ભુમિ ઉપર તલાવાર રાસ કરીને ઈતિહાસ રચી શહીદોને શ્રધ્ધાજંલી આપવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ધ્રોલ નજીક આવેલ ઐતિહાસીક ભુચર મોરી મેદાન ખાતે ખેલાયેલા આશરા ધર્મ માટેના યુધ્ધ દરમ્યાન રાજપુત સહીત અનેક જ્ઞાતિઓના વીરો શહીદી વોરી લીધી હતી અને અકબરની સેના સામે ખેલાયેલા મહા યુધ્ધ દરમ્યાન લોહીયાળ ખેલાયેલા આ યુધ્ધ જંગ એટલે તા. 18ના રોજ શીતળા સાતમના દિવસે હાલાર પંથકના રાજપુત સમાજ ધ્વારા શ્રધ્ધાજંલી આપવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી ધ્રોલ ભુચર મોરી શહીદ સ્મારક સમિતિ અને અખીલ ગુજરાત રાજપુત યુવા સંધ ધ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે આ વર્ષે 30મી શ્રધ્ધાજંલી કાર્યક્રમની અનોખી ઉજવણી માટે સમગ્ર ગુજરાતના 5 હજાર રાજપુત યુવાનો સંગઠીત થઈને તલવાર રાસ કરીને આ ભુમિ ઉપરથી વર્લ્ડ રેકર્ડ સર્જશે ગુજરાત અખીલ રાજપુત યુવા સંધના આગેવાન ડો. જયેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી ધ્રોલની ઐતિહાસીક ભુમિ ઉ52 ગત વર્ષે ” શોર્ય કથા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ શોર્ય કથા મારફત શહીદોન, રાજપુતોનો ઈતિહાસ ઉજાગર કરવામાં આવ્યો હતો.
તેના આગલા વર્ષે 2500 હજાર રાજપુત સમાજની દિકરીઓ ધ્વારા તલવાર રાસ કરીને વર્લ્ડ રેકર્ડ કર્યો હતો ત્યારે આ વર્ષે શહીદોને વિશેષ શ્રધ્ધાજંલી આપવા માટે રાજપુત સમાજના યુવાનો છેલ્લા એક માસથી તલાવાર રાસ માટે ટેનીગ લઈને આગામી તા. 18ના રોજ તલાવાર રાસ રમીને ઈતિહાસ સર્જવા માટે તડામાર તૈયારીઓ કરી રહયા છે.
જામનગર જીલ્લા રાજપુત યુવા સંધના અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા ધ્વારા ધ્રોલ શહીદ ભુમિ ભુચર મોરી ખાતે આ શ્રધ્ધાજંલી કાર્યક્રમ સફળ બનાવવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવીને સમગ્ર ગુજરાતના રાજપુત યુવાનો સંગઠીત કરવામાં આવી રહયા છે.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંધના આગેવાન ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને જામનગર જીલ્લા રાજપુત યુવા સંધના અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાના યુવાનોની ટીમ, તેમજ અન્ય રાજપુત સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે.