આયુર્વેદીક સર્જન ડો. પ્રસન્નાનય રાવ અને ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. શૈલેજાએ અબતક ચાય પે ચર્ચામાં આયુર્વેદ અંગેની વિશેષ માહિતી આપી
બંને નિષ્ણાંતોને સ્ત્રી રોગ, બાળરોગ, માનસિક રોગ અને રોગ પ્રતિકારક શકિત વધારવાના આયુર્વેદીક ઉપાયો સુચવ્યા
ભારતમાં હજારો વર્ષ પૂર્વે આયુર્વેદ પ્રમાણે નિદાન અને સારવાર કરવામાં આવતી હતી. ઘણા ખરા રાષ્ટ્રોમાં જયારે સંસ્કૃતિ પણ અમલમાં ન હતી ત્યારે ભારતમાં ચરક અને સુશ્રુતા સફળ રીતે ઓપરેશનો કરતા હતા. આયુર્વેદની શકિતથી પશ્ચિમી રાષ્ટ્રો પણ વાકેફ છે. જેથી તેઓ પણ આયુર્વેદને અપનાવતા થયા છે. હાલ ભારતમાં પણ સરકારના પ્રયાસોના લીધે આયુર્વેદ તરફ લોકો વળતા થયા છે.ત્યારે આયુર્વેદ અંગેની મહત્વની માહિતી લોકો સુધી પહોચાડવા આયુર્વેદ સર્જન ડો. પ્રસન્નાયન રાવ અને ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. શૈલજાએ અબતક ચાય પે ચર્ચામાં ભાગ લીધો હતો.
કર્ણાટકની આયુર્વેદ કોલેજમાં છેલ્લા ર૬ વર્ષથી પ્રાઘ્યાપક તરીકે ફરજ બજાવી રહેલા ડો. પ્રસન્નાયને જણાવ્યું છે. પાછલા ઘણા વર્ષોથી આયુર્વેદક ક્ષેત્રે ઘણું ખેડાણ થયું છે અને જાગૃતિ આવી છે ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો વિજયભાઇ ‚પાણીના શાસનકાળ દરમિયાન આયુર્વેદનને ખુબ જ પ્રોત્સાહન મળેલ છે. આ ઉપરાંત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય યોગ પરંપરાનો જે રીતે વિશ્વના અનેકો નેક દેશોમાં જે પ્રચાર અને પ્રસાર કર્યો છે તે ભારતીય યોગ પરંપરાને સુદ્રઢ કરવા માટે ખુબ મહત્વનો સાબીત થયો છે.
૧ર એપ્રિલ ૨૦૧૮ના રોજ લંડન ખાતે આયોજીત આયુર્વેદ ઇન્સ્ટીટયુટ ઓફ એકસેલન્સ ફોર રિસર્ચ નું પ્રધાનમંત્રીએ ઉદધાટન કર્યુ હતું. ત્યારે ત્યાંના બ્રિટનના પ્રિન્સ ચાલ્સએ પણ તેમાં ભાગ લઇને પ્રોત્સાહન પુરુ પાડયું હતું. ભારતમાં ખાસ કરીને આયુવેદના આશરે સાત લાખ જેટલ પ્રેકટિસનરી વૈદો તેમજ આશરે ૩૫૦ જેટલી આયુર્વેદીક કોલેજોમા સાડા પાઁચ વર્ષ સુધીનો અભ્યાસ ક્રમ ભણાવવામાં આવે છે બીજી ખાસ બાબત એ છે કે કે પોસ્ટ ગ્રેજયુએશન સ્તરે શરીરના અલગ અલગ અંગે માટે અને તેની બિમારીઓ માટેનું ખાસ ભણતર પણ આયુર્વેદના અભ્યાસક્રમમાં આપવામાં આવે છે.
ઘણા લોકો એવું વિચારે છે કે અલગ અલગ અંગ ઉપાંગો અને તેમના ડોકટરો વિદેશી તબીબી અભ્યાસક્રમની દે છે પરંતુ એવું બિલકુલ નથી જેમ કે પાંચથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા અષ્ટાગયોગની અંદર આઠ અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ ચિકિત્સાની વિભાવના આપણે ત્યાં પહેલેથી પ્રચલિત હતી. આજ રીતે આયુર્વેદની અંદર અષ્ટાંગ આયુર્વેદની મુળ વિભાવના પણ સચવાયેલી છે.
આયુર્વેદના અભ્યાસક્રમના શરુઆતના સમયની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ યુપીમાં બનારસ (કાશી) ખાતે જ આયુર્વેદનો અભ્યાસ ક્રમ ચલાવવામાં આવતો હતો. પરંતુ સરકારની યોગ્ય નીતીઓને કારણે હાલમાં રાજસ્થાનના જોધપુર ઉતરાંચલ, હરીયાણા, પંજાબ જેવા રાજયોમાં આયુર્વેદની અનેક યુનિવસીટીઓ શરુ થઇ છે. આ ઉપરાંત આ માટે ખાસ આયુષ મંત્રાલયની અલગ શાખા શરુ કરીને છેલ્લા ચાર વર્ષમાં આયુર્વેદ અંગેનો પ્રચાર અને પ્રસાર વધારવામાં સરકારની નીતીએ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ કે જે જયપુરમાં તેમજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ દિલ્હી ખાતે શરુ કરીને આ દિશામાં એક ઉદાહરણીય પગલું ભરવાનો પ્રયાસ પણ સરકારે કર્યો છે. ભારતીય ઋષી પરંપરામાં આયુર્વેદનું જે પ્રચલન હતું. તે વચ્ચેના અમુક સમયગાળા દરમિયાન શા માટે લુપ્ત થઇ ગઇ અને તેની પાછળના કારણો શું હતા. તેવા પ્રશ્ર્નોના જવાબમાં ડો. પ્રસન્નાયત રાવને જણાવ્યેું હતું કે આપણી પરંપરાગત આયુર્વેદ પઘ્ધતિ જયારે બુઘ્ધીકમ તેમજ જૈનીકમનો પ્રચાર પ્રસાર ત્યારે પરાકાષ્ટાએ હતો ત્યારે ચિકિત્સા (શસ્ત્ર ક્રિયા) પઘ્ધતિને આસુરી ચિકિષ્સા શૈલ્ય માનવામાં આવતી હતી અને એ સમયે રસ શાસ્ત્રનો અને યુનાનીનો વ્યાપ વઘ્યો. અહિંસાવાદીઓએ આ શૈલ્ય ચિકિત્સાને નઠારી ગણી હતી. મુધલ બાદશાહોએ યુનાનીને વધુ મહત્વ આપ્યું. જયારે બ્રિટીશ શાસન દરમ્યાન તુરંત ફાયદો કરાવતી પઘ્ધિત એવી કેમકલ આધારીત દવાઓ અને સારવાર પઘ્ધતિ આવી પરંતુ ધીમે ધીમે આયુર્વેદની મહતા વધી અને એલોપથીની સાઇડ ઇફેકટ સામે આવવા લાગતા આયુર્વેદ અંગેનો લોકોનો દ્રષ્ટિકોણ ચિત્ર બદલાયો.
સર્પગધા નામની એક વનસ્પતિમાં રિસેપ્ટીક નામનું એક તત્વ છે જે બ્લડ પ્રેસરને ઓછું કરે છે. જેનો અર્ક મેળવીને એને ઇન્જેકશન અથવા ટેબલેટ બનાવીને આપતા એનાથી બ્લડપ્રેસર જરુર ઓછું થાય છે પણ ઇન્જેકશન અથવા ગોળીના સ્વરુપે લેવાથી એની સાઇડ ઇફેકટ થાય છે પણ સર્પગંધાનો પાઉડર બનાવીને એને કોઇપણ પ્રક્રિયા કર્યા વગર પ્રાકૃતિક સ્વરુપે લેવાથી તેની આડ અસર થતી નથી અને ઉચ્ચ રકત થાય. (લોહીનું ઉંચુ દબાણ) કંટ્રોલમાં રહે છે. આ ફેેટ છે આયુર્વેદ અને એલોપથીની કરવામાં આવતી રાસાયણીક પ્રક્રિયામાં ડો. શૈલજા કે જે બાળકોના આયુર્વેદ ડોકટર તરીકે પ્રેકટીસ કરે છે એમણે જણાવ્યું કે બાળકો માટે માત્ર બિમારી દુર કરવા અંગે નહી પણ બાળકનો સર્વાગી વિકાસ કઇ રીતે કરી શકાય એ અંગે આયુર્વેદ ખાસ ઉ૫યોગી સાબીત થાય છે. એલજી અને ઇન્ફેકટશનને કારણે બાળકોમાં રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ ગઇ છે. જેથી બાળકોને કોઇપણ બિમારી ખુબ ઝડપથી લાગુ પડે છે ત્યારે ઝડપી ઇલાજ નો રસ્તો અપનાવવામાં આવે છે.
જેને કારણે બાળકોની રોગ પ્રતિકારક શકિત વધુ નબળી પડે છે જયારે આયુર્વેદમાં આ અંગે શંકા-કુશંકા કરવાની જરુર રહેતી નથી. આ માટે આયુર્વેદમાં સવર્ણપ્રાશ નામની વિધી બાળકો માટે જન્મના પહેલા દિવસથી જ કરાવવામાં આવે છે.આ માટે જાતકર્મ નામની એક સંસ્કાર વિધી પ્રયોજવામાં આવે છે. આ વિધીમાં શુઘ્ધ દેશી ઘીમાં શુઘ્ધ મધ અને સવર્ણ ભસ્મ મેળવીને બાળકને ચટાડવામા આવે છે જેનાથી બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. (સૌરાષ્ટ્રમાં આ વિધીને ગળથૂથી પીવડાવવાના રીવાજ તરીકે ઓળખવામાં આવે છે)
ડો. રાવે આ અંગે વધુમાં જણાવ્યું છે એક મહિના સુધી આવું બાળકને આપવામાં આવે તો બાળકમાં મેઘા શકિત વધવાથી બાળક મેધાવી બને છે. આજ પ્રમાણે છ મહીના સુધી કે એક વર્ષ સુધી બાળકને આ વિધી અનુસાર આપવામાં આવે તો બાળકમાં પ્રસર રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થાય છે.
બાળકને જયાં સુધી માતાનું દુધ ગ્રહણ કરાવવામાં આવે છે ત્યારે સુધી માતાએ કેવા આહાર અને આયુર્વેદી ઔષધિઓ લેવા જોઇએ કે જેનાથી બાળકને પોષણ મળે અને બાળકને કોઇપણ નાની મોટી તકલીફના થાય એવા સવાલના જવાબમાં ડો. શૈલજાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે દુધ પીતા બાળકમાં મોટે ભાગે જે જે બિમારી આવે છે તેનું મુખ્ય કારણ માતાના આહાર વિહારના કારણે જ હોય છે. બાળકની નાની મોટી સમસ્યામાં ઉપાય બાળકનો ન કરતા માતાનો આહાર વિહારની પઘ્ધતિ જાણી માતાનો ઇલાજ કરવાનો આયુર્વેદમાં નિર્દેશ છે. આ માટે દુધપાન કરતા બાળકની સમસ્યા જાણી ઇલાજ માતાનો કરવાનો હોય છે. જેમ કે બાળકને થતી માટે માતાને થયેલો કફ જવાબદાર હોય છે એ કફ, દૂધ દ્વારા બાળકમાં પ્રવેશે છે આથી બાળકની શરદી, કફ દુર કરવા માટે માતાનો ઇલાજ કરવામાં આવે છે.
આ પ્રકારે માતાનો ઇલાજ કરવાથી માતા અને સંતાન બંનેની બિમારી જડમુળથી દુર થાય છે.
આ અંગે ડો. રાવે ઉમેર્યુ હતુ કે શતાવરી નામની જડીબુટ્ટી દુધ માટે ખુબ અકસીર માનવામાં આવે છે ઇઝરાયેલ જેવા દેશમાં શતાવરીના મુળ સુકવીને ગાયને ખવડાવવામાં આવે છે જેનાથી દૂધ ઉત્૫ાદન વધે છે ત્યાં આની જગ્યાએ મહીલાઓ શતાવરીના અર્ક પીવે છે ખાસ કરીને
ઓફીસમાં કામ કરતી મહીલાઓ , સૈન્યમાં કાર્ય કરતા માણસો હોય કે ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા લોકો હોય એ શતાવરીનો અર્ક પીવે છે. શતાવરીમાં ફાઇ ટુ ઇસ્ટોઇન તત્વ હોય છે જે બિમારી આપતા તત્વોને ઓછા કરે છે.
ડો. શૈલજા એ શતાવરી જેવી જ એક બીજી જડીબુટ્ટી અશ્ર્વગંધા વિશે જણાવ્યું કે અશ્ર્વગંગાનું ચૂર્ણ બનાવીને બાળકોને મધ સાથે આપવું, થોડું મોટું બાળક હોય તો દૂધ ગરમ કરીને એમાં મેળવીને આપવાથી રોગપ્રતિકારક શકિતમાં અને બળવૃઘ્ધિમાં મદદગાર સાબિત થાય છે. બીજી એક વનસ્પતિ બ્રાહ્મીથી યાદ શકિત વધે છે આના માટે બ્રાહ્મીનો સ્વ રસ બનાવીને એટલે કે એનો રસ કાઢીને બાળકોને આપવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
અલેકઝેન્ડર નામનો સમ્રાટ ભારતીય જડીબુટીઓ અને આયુર્વેદ ચિકત્સિથી પ્રભાવિત થયો ભારતમાંથી આયુર્વેદનાં ગ્રંથો વિદેશમાં લઈ ગયો એ જાણી ચૂકયો હતો કે આ મહાનગ્રંથોને કારણે ભારતનાં દરેક ઘરમાં એક વૈધ્ય છે. ભારતના એ પ્રાચીન ગઅંથો એટલે એમના ગૂ‚ એરીસ્ટોટલને સોપ્યા હતા. એરીસ્ટોટલનાં શિષ્ય હિયોક્રોટીસને આ જ્ઞાન ગૂ‚ વારસામાં મળ્યુ આજે આધુનિક ચિકિત્સાનાં પિતામહ તરીકે હિયોકોટીસનું નામ લેવાય છે જે જ્ઞાન એમને ભારતીય ગ્રંથો દ્વારા જ આત્મસાત થયું હતુ પરંતુ સર્જરીનું જ્ઞાન ભારતીય ઋષી શ્રુષૂત દ્વારા પ્રયોજાતુ હતુ જે આપણને નવા વાઘા પહેરાવીને વિદેશથી સંસશોધીત થયું હોવાનું ઘુસાડવામાં આવે છે.
ડાયાબીટીસ, હાયપરટેન્શન સ્ટ્રેસ કેવા આજની ખૂબજ વ્યાપક બિમારી દૂર કરવાની જડીબુટી આપણી તુલસી છે. વ્યકિતના મૃત શરીરમાંથી હાનીકારક વાયુ રસાયણ વછૂટે છે તેનાં મારણ માટે મૃત વ્યકિતનાં મુખમાં તુલસી મૂકવાની પ્રથા છે. આયુર્વેદની દૂરદંશીતા છે. રાજકોટમાં રહેલી ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદા આ ક્ષેત્રે પ્રયાસ કરે છે. તે ખુશીની બાબત છે.
બાળકોની નાની મોટી બિમારીમાં ઉપયોગી જડીબુટ્ટી વિશેની જારકારી આપતા ડો. શૈલજાએ જણાવ્યું હતુ કે બાળકોમાં ઈમ્યુનીટી પાવર ઓછો હોય છે. કોઈ પણ વાયરસ વિષાણુ બાળકને બહુ જલ્દી અસર કરે છે. ખાસ કરીને એકથી સોળ વર્ષ સુધી બાળકોમાં કફ પ્રકૃતિ વધુ હોય છે. જેથી બાળકોને શરદી ઉધરસ જેવી બિમારી બહુ જલ્દી અસરકરે છે. આના માટે જ દુધ પીતી ઉંમરે જ બાળકોને નહી પણ માતાની દેખરેખ વધુ રાખવી જોઈએ આ માટે માતાને સુઠ કાળી મીર્ચ (તીખા) જી‚ જેવા ઓષડીયાની રાબ બનાવીને પીવડાવવી જોઈએ દૂધ છોડીદીધા પછી બાળકને સુંઠ અને કાળીમીર્ચ બારીક પાવડર મધ સાથે ચટાડવો જોઈએ
ડો.શૈલજાએ જણાવ્યું કે કૃમિથી બાળકમાં રકત માંસ બનતુ નથી એથી બાળક દુબળ રહી જાય છે. કૃમિ વાળા બાળકો માટે આયુર્ંવેદમાં ત્રણ નિયમો છે.જેમાં નનિધાન પરિવર્જનપ કે જેમાં જે કૃમિ થવાનું કારણ દૂર કરવામાં આવે છે. જેમકે જંકફૂડ ગળી ચીજ વસ્તુ જેવીકે મીઠાઈ ચોકલેટ વગેરે બંધ કરાવવું ત્યારબાદ નપ્રકૃતિ વિઘાતકથ એટલે કે વાતાવરણ જન્ય કૃમિ વિકાર માટે લીંબડો અથવા કારેલાનો રસ અઠવાડીયે કમસેકમ એકવાર આપવો તેમજ છેલ્લે નઅપકર્ષણ વિધાનપ એટલે કે બહાર કાઢવું આ માટે રેચક જડીબુટીઆપી પેટ સાફ કરાવવું જેમાં ખાસ કરીને કેસૂડાનાં વૃક્ષનાં બીજને સૂકવી તે નો પાવડર કરી તેને મધ અથવા ગોળ સાથે રાત્રે ચટાડવાથી સવારે કૃમિ શરીરમાંથી બહાર નીકળી જશે. બે દિવસ આ રીતે ઉપાય કરવાથી કૃમિનાશ પામે છે.
માનસીક તનાવને દૂર કરવા માટેના પ્રયોગ વિશે પુછતા ડો. રાવે એક ઘરગથ્થુ ઈલાજ સુચવ્યો હતો કે તુલસી એક એવી જડીબટી છે જેના રોજ પાંચ પાન સ્વચ્છ કરીને સીધાજ જ કંઈ પણ મેળવણી કર્યા વગર ચાવીને ખાવાથી તનાવ દૂર કરવામાં ખૂબ મદદગાર સાબીત થાય છે. આ ઉપરાંત અશ્ર્વગંધા તેમજ ટગરનાં છોડના ઉપયોગ પણ માનસીક તનાવ દૂર કરવામાં ખૂબ કારગત સાબીત થાય છે.
જો તાજી બ્રામ્હી ન મળે તો સુકી બ્રામ્હીના પૂર્ણને મધ સાથે મેળવીને પણ આપી શકાય છે.
આજરીતે શંખપુષ્પી કે જેના ફુલ, પાન, મુળ એમ પુરો છોડ ઉપયોગમાં લઈ શકાય છે. ચરક સંહિતામાં જણાવ્યાનુસાર મેઘ એટલે કે મેઘાણી રસાયણ માટે ગુડુચી, પષ્ટીમધૂ અને શંખપુષ્પી તેમજ બ્રામ્હી આ ચાર જડીબુટ્ટીને સપ્રમાણ લઈ બાળકને આપવાથી બાળકની યાદશકિત વધે છે. ખાસ કરીને પરીક્ષાના સમયે બાળકો આવડતુ હોય તો પણ ટેન્શનનાં કારણે અભ્યાસ ભુલી જતા હોય છે ત્યારે આ ચાર જડી બુટી બાળકોને પરીક્ષા સમયે ખુબ સુંદર પરીણામ આપે છે. સાથો સાથ બાળકોનું કાઉન્સલીંગ પણ પરીક્ષા સમયે એટલું જ મહત્વનું હોય છે. આ સાથે જ કરવામાં આવતા પ્રાણાયામ અને ત્રાટક યોગનો એક પ્રકાર પણ ખાસ સહાયક બને છે.
મહિલાઓમાં જોવા મળતી શ્ર્વેત પ્રદર નામની બિમારી (વ્હાઈટ ડિસ્યાર્જ)ની સમસ્યા બાબતે ડો.શૈલેજાએ મહિલાઓ માટે ખાસ જાણકારી આપતા જણાવ્યું કે, શ્ર્વેત પ્રહર જેને સ્થાનિક બોલીમાં સફેદ પાણી પડવાની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઈન્ફેકશન લાગવાથી થતી સમસ્યા છે. આ બિમારી એક પ્રકારના કૃમિથી પણ થાય છે અથવા ન્યુટ્રીશન ડીફરન્સના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. જેમ કે ખોટી ખાનપાનની પઘ્ધતિ અથવા શરીરમાં અમુક વિટામીનની કમીના કારણે પણ આ સમસ્યા ઉદભવી શકે છે. આ બધા કારણોમાંથી યોગ્ય કારણ શોધી તેનો ઈલાજ આયુર્વેદમાં કરવામાં આવે છે. ઘરગથ્થુ ઈલાજ કરવા કરતા ડોકટરની સલાહ અનુસાર ઈલાજ કરાવવો જ‚રી છે. જો શ્ર્વેત પ્રહરનો રોગ ઈન્ફેકશનનાં કારણે ન હોય તો એનો સરળ ઉપાય ડો.શૈલેજાએ દર્શાવ્યો હતો. જે પ્રમાણે ચોખાને પહેલી વખત સાદા પાણીથી ધોઈ લેવા ત્યારબાદ બીજીવાર એજ ચોખા ધોઈને મેળવેલુ પાણી નવશેકુ કરીને પીવાથી તથા એજ પાણીથી સફાઈ કરવાથી ઘણે અંશે શ્ર્વેત પ્રકારની સમસ્યામાં રાહત મળે છે.
પ્રસુતિ બાદ સ્ત્રીમાં જણાતી અશકિતના ઉપાય તરીકે ડો.શૈલેજાએ જણાવ્યું હતું કે, સવર્ણપ્રાશ અવલેહ અને જન્મઘુટી નામની જડીબુટીઓમાંથી નિર્મિત દવા આપવાથી રોગપ્રતિકારક શકિતમાં વૃદ્ધિ થાય છે અને શારીરિક અશકિત પણ દૂર થાય છે. આ ઉપરાંત હરડે અને અશ્ર્વગંધાના મૂળને પાણીમાં લસોટીને તેનો રસ લેવાથી પણ સુવાવડ બાદ આવેલી નબળાઈ દુર થાય છે. આવી જ એક જડી બુટી જયેષ્ટમધુ પક્ષ ઉપયોગી છે.
ભારતીય આયુર્વેદની જડીબુટીઓ કે મસાલા જેવા કે હળવદર, લીબંડો જેવી વસ્તુઓની વિદેશી કંપનીઓ દ્વારા પેટન્ટ લેવા અંગેના પ્રશ્ર્નના જવાબમાં ડો.રાવે જણાવ્યું હતું કે, ભારતમાં ટ્રેડીશન ઈન્સ્ટીટયુટ કે જે દેહરાદુનમાં આવેલું છે તેના દ્વારા વિવિધ ભારતીય જડીબુટી, ઓસડીયા, તેજીના વગેરેથી પેટન્ટ લેવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેનાથી ઘણે અંશે વિદેશીઓ દ્વારા લેવાતી પેટન્ટ ઉપર નિયંત્રણ આપ્યું છે. ખાસ કરીને આપણા ગ્રંથોમાં જે-જે ઔષધીઓ વિશે લખાયેલું છે એની પેટન્ટ વિદેશીઓ હવે નહીં લઈ શકે.
આપણને ઔષધીઓ વિશે પુરેપુરી જાણકારી નથી. જેમ કે સદાબહાર નામનો એક છોડ છે જેને આપણે સદા બહાર રાખી દીધો. આ છોડમાં કેન્સરને કંટ્રોલ કરવાવાળુ એક તત્વ મળે છે. આ છોડને આપણે ભારતીય એક ‚પિયામાં એક કિલોના હિસાબે એક્ષપોર્ટ કરીએ છીએ અને એમાંથી મેળવાયેલા સત્વને આઠસો ‚પિયા પ્રતિ કિલોના હિસાબે ઈમ્પોર્ટ કરીએ છીએ અને બ્લડ કેન્સરની દવા તરીકે ઉપયોગ કરીએ છીએ આવી બધી જાણકારીનો આપણે શિક્ષણમાં સમાવેશ કરીને પ્રાથમિક લેવલેથી જ બાળકોને આપવી જોઈએ.