યુનિવર્સિટીના ભવન અને આસપાસની કોલેજોના વિર્દ્યાીઓ, એનએસએસના સ્ટુડન્ટ, હોસ્ટેલ અને જીમની બહેનો તા ભાઈઓ, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ અને યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિ સહિતના જોડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧મી જૂન વિશ્ર્વ યોગ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પુરી દુનિયામાં યોગ દિનની ઉજવણી ઈ રહી છે. ત્યારે યોગના પ્રેરણાોત ગણાતા ભારતમાં યોગ દિવસની અનોખી રીતે ઉજવણી થાય છે. આ વર્ષે ઐતિહાસિક સ્ળો પર પણ યોગનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના ૧૦ સ્થળો પર યોગનો કાર્યક્રમ શે. જેમાં પાંચ સ્ળો પર યોગ દિનની ઉજવણી શે. યુનિવર્સિટીમાં પણ ૫૦૦૦ જેટલા વિર્દ્યાીઓ ૨૧મી જૂને યોગ કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા મુજબ વિશ્ર્વ યોગ દિન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫૦૦૦ જેટલા વિર્દ્યાીઓ યોગ કરશે જેમાં યુનિવર્સિટીના ભવન અને આસપાસની કોલેજના વિર્દ્યાીઓ, એનએસએસના સ્ટુડન્ટ, હોસ્ટેલ અને જીમની બહેનો તા ભાઈઓ, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ અને યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિ સહિતના જોડાશે. આ ઉપરાંત વિશ્ર્વ યોગ દિવસને લઈ યુનિવર્સિટીમાં પાંચ દિવસ અગાઉ યુનિવર્સિટીના ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફને વૈશાલીબેન મકવાણા દ્વારા ચારથી છ દરમિયાન ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ જોડાઈ રહ્યાં છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂન વિશ્ર્વ યોગ દિવસના દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વખતે ખાસ તો દિવ્યાંગ લોકો તેમજ પછાત વિસ્તારના લોકો યોગ કરવા આવે તે માટે પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે ચાલવા આવતા લોકો માટે પણ યોગ દિવસ નીમીતે ખાસ યોગ કરવા માટેના આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ વિર્દ્યાીઓ અને પ્રોફેસરો યોગ કરવા માટે આવશે. આ તમામને માત્ર એક જ દિવસ યોગ નહીં પરંતુ ૩૬૫ દિવસ યોગ કરે તે માટેની પણ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ યોગી કેટલા ફાયદા થાય છે અને કયારે કેવી રીતે યોગા કરવા તે વિશેનું જ્ઞાન પણ લોકોને આપવામાં આવશે.