ધોલેરામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક પ્રોજેકટને સૈઘ્ધાંતિક મંજુરી
વર્ષ ૨૦૨૨ સુધીમાં બીનપરંપરાગત સ્ત્રોતમાંથી ૧૭૫ ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાના મોદી સરકારના લક્ષ્યાંકને સિઘ્ધ કરવા તરફ રૂપાણી સરકારનું અહમ પગલું
વર્ષ ૨૦૨૨ સુધીમાં રીન્યુએબલ એર્નજી સોસીંગમાંથી ૧૭પ ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાની મોદી સરકાના લક્ષ્યાંકને સીઘ્ધ કરવામાં રૂપાણી સરકારે ઝંપલાવ્યું છે અમદાવાદથી ૮૦ કી.મી. ના અંતરે આવેલા ઢોલેરામાં ૫૦૦૦ મેગા વોટનો વિશ્ર્વનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થપાશે. આ પ્રોજેકટને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈઘ્ધાતિક મંજુરી આપી દીધી છે..
આ પ્રોજેકટ માટે સરકારે પર્યાવરણ પ્રિય ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર સાથે ભાગીદારી કરીછે. ઢોલેરામાં પ૦૦૦ મેગા વોટ સોલાર પાર્કની સાથે ર૦૦ મેગાવોટ વાઇન્ડ પાર્ક પણ સ્થપાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઢોલેરામાં સ્પેશ્યલ ઇવેન્વેસ્ટમેન્ટ રીજીયનમાં સોલાર પાર્ક વાઇન્ડ પાર્ક અને અદ્યતન એરપોર્ટના નિર્માણ માટેના વિવિધ વિષયો અંગે મંગળવારે યોજેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ પ્રોજેકટને સૈઘ્ધાતિક મંજુરી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રોજેકટને મંજુરી આપતા કહ્યું કે, ડીએસઆઇઆરમાં પ૦૦૦ મેટાવોટનો સોલાર પાર્ક સ્થપાશે જે ભારતનો તો પ્રથમ અને મોટો સોલાર પાર્ક હશે જ પણ આ સાથે વિશ્ર્વનો પ્રથમ અને મોટો પાર્ક હશે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેકટમાં ૨૫,૦૦૦ કરોડ ‚પિયાનું રોકાણ કરવામાં આવશે. જે ૨૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારી પુરી પાડશે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ઢોલેરામાં આ સોલાર પાર્કની સ્થાપના માત્ર સ્થાનીક લોકોને રોજગારી આપશે એટલું જ નહી પણ આ સાથે સમગ્ર ઢોલેરા ઇન્ડસ્ટરીઅલ સીટીમાં મેન્યુફેકચરીંગની સુવિધા ઉભી થશે.
આ પ્રોજેકટના અમલીકરણ માટે ગુજરાત પાવર કોર્પોરેશન લી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. અને ગુજરાત ઇલેકટ્રીક ટ્રાન્સમીશન કોર્પોરેશન સહીત સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા તેમજ સેન્ટ્રલ ટ્રાન્સમીશન યુનીટે કામ શરુ કરી દીધું છે.
રૂ ૨૫,૦૦૦ કરોડનું જંગી મૂડીરોકાણ ૨૦,૦૦૦ થી વધુ લોકોને મળશે રોજગાર
ઢોલેરામાં વિશ્ર્વના સૌથી મોટા એવા પ૦૦૦ મેગાવોટના સોલાર પાર્ક અને ર૦૦ મેગાવોટના વાઇન્ડ પાર્ક માટે સરકાર રૂપિયા ૨૫,૦૦૦ કરોડનું જંગી મુડી રોકાણ કરશે. જેનાથી ૨૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારી મળશે તેમ સરકારે દાવો કર્યો છે. આ પાર્કની સ્થાપનાથી ઢોલેરા ઇન્ડસ્ટ્રીઅલ સીટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેકચરીંગ ફેસીલીટીઝની સંપૂર્ણ સપ્લાય ચેઇનની તકો ખુલશે. મોદી સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમાં બીનપરંપરાગત સ્ત્રોનોમાંથી ૧૭૫ ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાના લક્ષ્યાંકમાં રૂપાણી સરકારનું આ પગલું મહત્વનો ફાળો ભજવશે. જેનો મોટો લાભ ઢોલેરાના સ્થાનીક વાસીઓને મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,