તમિલનાડુના એટોમિક પ્લાન્ટ માટે દૂર દેશથી આવે છે યુરેનિયમ

ઠંડાગાર સાઇબિરિયા જે ૫૦૦૦ કીલોમીટર દૂરથી આવતું યુરેનિયમ ભારતના ઘરોમાં ઝગમગાટ રોશની લાવે છે ભારતના તમિલનાડુ રાજયના એટોમિક પ્લાન્ટો માટે આ યુરેનિયમ આટલું ખાસ્સું લાંબુ અંતર કાપીને આવે છે.

રશિયા તમિલનાડુના કુડાનકુલામ એટોમિક પ્લાન્ટો માટે યુરેનિયમ સપ્લાય કરે છે. આવતા ૬૦ વર્ષ સુધી રશિયાના સાઇબિરિયાથી યુરેનિયમની સપ્લયા ચાલુ રહેશે.

રશિયાથી આવતું યુરેનિયમ જ તમિલનાડુના ઘરોમાં ઝગમગાટ રોશની લાવે છે તેમાં બે મત નથી. ટેકનિકલ બાબતોના જાણકારોએ જણાવ્યું હતું કે માત્ર ૮ એમ.એમ. યુરેનિયમ થકી સતત ૩ વર્ષ સુધી ૬૦ વોટનો બલ્બ ઝળહળી શકે છે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે કુદાનકુલામ ભારતનું સૌથી મોટું એટોમિક રીએકટર છે આ પ્લાન્ટ માટે ૧૭૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. રશિયાના સહયોગથી એટોમિક પ્લાન્ટ શરુ કરાયો છે.

શ‚આતમાં સ્થાનીક લોકોએ તમિલનાડુના એટોમિક પ્લાન્ટનો વિરોધ કર્યો હતો પરંતુ સરકારી નિષ્ણાતોએ આને સૌથી વધુ સલામત એટોમિક પ્લાન્ટ ઘોષિત કર્યો હતો ત્યારબાદ અત્યારે પ્લાન્ટ કાર્યરત છે.

સાઇબિરિયામાં તાપમાન માયનસ ૬૦ ડીગ્રી સુધી નીચું જાય છે તે પૃથ્વી પરનું સૌથી ઠંડુગાર રાજય છે. આટલા નીચા તાપમાનમાં માનવજીવન વિભાવિક રીતે જ મુશ્કેલી બને એવામાં રહીને યુરેનિયમ સપ્લાય કરવું તે એક કામ છે.

પરંતુ રશિયાએ ભારત સાથે ૬૦ વર્ષનો કરાર કર્યો છે. પ્રધાનમંત્રીની ઘર ઘરમાં રોશની પહોચાડવાની નેમ આ રીતે સાકાર થઇ રહી છે. વળી સ્થાનીક લોકોને પ્લાન્ટમાં રોજગારી પણ મળી રહે છે. ટૂંકમાં ઠંડાગાર સાઇબિરિયાથી ૫૦૦૦  કી.મી. દુરથી આવતુ યુરેનિયમ ભારતના ઘરોને ઝળાહળા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.