૨૪૦૦ કિલોગ્રામ વિસ્ફોટક ધરાવતો બોમ્બ મળી આવતા ડીફ્યુઝ માટે લઈ જવાતા ફાટ્યો
વર્ષ 1954ના વિશ્વ યુદ્ધ સમયે ભારે ગોળીબારી અને બોમબારી થઈ હતી. ચારેય બાજુ બોમ્બ ને ગોળીનો વરસાદ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. તે સમયે અમુક બોમ્બનો બ્લાસ્ટ થતો તો અમુક બોમ્બ વણફૂટેલા રહી હતા. વણફૂટેલા બોમ્બ અનેકવાર ખોદકામ દરમિયાન મળી આવતા હોય છે. તેવી જ રીતે પોલેન્ડમાં નાળાના ખોદકામ દરમિયાન આશરે ૫ હજાર કિલોથી પણ વધુ વજન ધરાવતો બોમ્બ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
બ્લાસ્ટ થયા બાદ કેનાલનું પાણી ૩૦ ફૂટથી પણ ઊંચે સુધી ઉછળ્યુ હતું. બોમ્બને ડિફ્યૂઝ કરતાં પહેલા કેનાલની નજીકથી ૭૫૦ લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
બોમ્બને કેનાલમાં લઈ જનાર તમામ ડાઇવર્સ બોમ્બ બ્લાસ્ટ થતાં પહેલા જ બહાર નીકળી ગયા હતા બોમ્બનું નામ ટોલબોય હતું, તે સપ્ટેમ્બર ૨૦૧૯માં જેકીન શહેરમાં ખોદકામ દરમિયાન મળ્યો હતો
પોલેન્ડમાં થોડા દિવસ પહેલા મળેલો બીજા વિશ્વયુદ્ધના સામનો સૌથી મોટો બોમ્બ મંગળવારે બોમ્બ ડિફ્યૂઝ કરવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલેન્ડના નૌકાદળના ડાઇવર્સ બોમ્બને ડિફ્યૂઝ કરવા માટે એક કેનાલના પાણીમાં લઈ ગયા હતા. જો કે બ્લાસ્ટમાં કોઈપણ નુકશાની થયાની જાણકારી નથી. બોમ્બને કેનાલમાં લઈ જનાર તમામ ડાઇવર્સ બ્લાસ્ટ થયા પહેલા જ ભયજનક ઝોનમાથી બહાર નીકળી ગયા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા આ બોમ્બનું નામ ટોલ બોય હતું. સપ્ટેમ્બર ૨૦૧૯માં પોલેન્ડના જેકિન શહેરમાં નાળાના ખોદકામ દરમિયાન મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના રોયલ એરફોર્સ (આરએએફ) આવા બોમ્બનો ઉપયોગ કરતું હતું. તેનું કુલ વજન ૫૪૦૦ કિગ્રા હતું. તેની અંદર ૨૪૦૦ કિગ્રા વિસ્ફોટક ભરેલો હતો.
બોમ્બને ડિફ્યૂઝ કરવા માટે લઈ જતાં પહેલાં પિએસ્ટ કેનાલ નજીક ૭૫૦ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. નૌકાદળના પ્રવકતા ગ્રિગોર્જ લેવેન્ડોસ્કીએ જણાવ્યુ કે બોમ્બને ડિફ્લેગ્રેશન પ્રક્રિયાથી ડિફ્યૂઝ કરવાની યોજના હતી. જોકે, તે ડેટોનેટ થઈ ગયો. તે વિસ્ફોટ થયો છે, એટલે કે તે સંપૂર્ણ રીતે ઇન્ટરેક્ટિવ થઈ ગયો છે. હવે તેનાથી કોઈપણ પ્રકારનો ભય નથી. તેમણે જણાવ્યુ કે પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધના સમયના ઘણા એવા બોમ્બ, મિસાઇલ કે ગ્રેનેડ મળ્યા છે જે બ્લાસ્ટ થયા ન હતા. જો કે, આ અત્યાર સુધુની સૌથી મોટુ ઓપરેશન હતું. આ બોમ્બને બ્રિટીશ એરોનોટિકલ એન્જિનિયર બાન્ર્સ વલિસે ડિઝાઇન કર્યો હતો. બોમ્બ ન ફૂટવા પાછળનું કારણ નિષ્ણાંતો જાણી શક્યા નથી.
રોયલ એરફોર્સે ૧૯૪૫માં જર્મન ક્રૂઝર લુટજો પર હૂમલો કરવા માટે તેને ફેંક્યો હતો. તે સામાન્ય રીતે જર્મનીની નાઝી સરકારની સંપત્તિઓનો નાશ કરવા માટે ફેંકવામાં આવતો હતો. નિષ્ણાંતો તે જાણી શક્યા ન હત કે આખરે આ બોમ્બ અત્યાર સુધી ફૂટ્યો કેમ ન હતો.