સિસ્ટમમાં સર્જાયેલી નુકસાનીને લીધે એરપોર્ટસ પર હજારો યાત્રીઓ ફસાયાં
અમેરિકામાં બુધવારે સવારે એક વિચિત્ર સ્થિતિનું સર્જન થયું. અમેરિકામાં દિવસે તમામ ફ્લાઈટ્સને બંધ કરી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે નોટમ સિસ્ટમમાં સર્જાયેલી તકલીફને લીધા આ સ્થિતિનું સર્જન થયું હતું. નોટમ ખૂબ જ મહત્વનું હોય છે. તે ફ્લાઈટની સેફ્ટી સાથે જોડાયેલી માહિતી આપે છે. તેમા તકલીફ સર્જાતા ઉડ્ડયન સેવાને અસર થઈ
બુધવારે સવારે અમેરિકામાં હવાઈ સેવા ઠપ્પ થઈ ગઈ હતી. દિવસ દરમિયાન હજારો ફ્લાઈટ્સ ઉડાન ભરી શકી ન હતી. સિસ્ટમમાં સર્જાયેલી મોટી સમસ્યાને પગલે આ સ્થિતિ સર્જાઈ હતી. તેને પગલે અમેરિકામાં એરપોર્ટ્સ પર મોટી સંખ્યામાં યાત્રીઓ ફસાઈ ગયા હતા. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ કહ્યું કે એક મહત્વપૂર્ણ પાયલટ નોટિફિકેશન સિસ્ટમ ફેલ થઈ ગયું હતું. તેને લીધે આ તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. હવે પ્રશ્ન છે કે આ એવી તે કઈ નોટિફિકેશન સિસ્ટમ છે કે જેણે એક પણ વિમાનને હવામાં ઉડવા દીધુ નહીં.
આ સિસ્ટમને નોટિસ ટૂ એર મિશન (નોટમ) કહેવામાં આવે છે. જોકે, સાંજ સુધીમાં સિસ્ટમ વ્યવસ્થિત કામ કરતી થઈ ગઈ હતી અને ઉડ્ડયન સેવા ફરી વખત શરૂ થઈ ગઈ હતી. એક એડવાઈઝરીમાં એફએએએ કહ્યું હતું કે નોટમ સિસ્ટમ ફેલ થઈ ગયું હતું. જોકે, આઉટેજ અગાઉ પ્રથમ ઈશ્યુ કરવામાં આવેલ નોટમ જોવા યોગ્ય હતું.
શું છે નોટમ?
નોટમ એક એવી નોટિસ છે કે જેમા ફ્લાઈટ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે આવશ્યક જાણકારી આપવામાં આવે છે. નોટમમાં અનેક પ્રકારની માહિતી આપવામાં આવેલી હોય છે. નોટમ દરેક યુઝરને અસર કરનારી નાસની રિયલ-ટાઈમ અને અસામાન્ય સ્થિતિ ના સંકેત આપે છે. નોટમ નાસમાં કોઈ પણ સુવિધા, સેવાઓ, પ્રક્રિયા અથવા જોખમ અંગે માહિતી આપે છે, તેની સ્થિતિ અથવા તેમા આવનાર ફેરફાર સંબંધિત માહિતી આપે છે. નોટમ સ્પેશિયલ કેરેક્ટર્સ સાથે એક યુનિક ભાષામાં હોય છે. તેનાથી કોમ્યુનિકેશન વધારે અસરગ્રસ્ત થાય છે.
સંભવિત જોખમ અંગે આપે છે માહિતી
હકીકતમાં નોટમ ફ્લાઈટ ઓપરેશન્સમાં ફેરફાર અથવા સંભવિત જોખમ અંગે જાણકારી ઉપલબ્ધ કરાવે છે. આ જાણકારી સેફ્ટી સાથે સંકળાયેલી હોય છે. આ જાણકારીમાં હંગામી ધોરણે ઉડાન પર પ્રતિબંધ, એર ટ્રાફિક કન્ટ્રોલ પ્રોસેસમાં ફેરફાર, રનવે ક્લોઝર સહિત અન્ય ઈસ્યુ અંગે જાણકારી હોય છે. જે કોઈ ખાસ ક્ષેત્રમાં ફ્લાઈટને અસર કરી શકે છે.