પ્રજાજનોમાં ૧૧૦૦ તુલસીના રોપાનું વિતરણ કરાશે

રાજકોટ મહાપાલિકા દ્વારા ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગ‚પે શહેરના હાર્દસમા રેસકોર્ષ વિસ્તારના ખુલ્લા ભાગોએ પ્રાકૃતિ માધ્યમો ઉભા થાય તેમજ મહતમ હરિયાળી ઉભી થાય તે હેતુથી કિશાનપરા ચોકથી શ‚ કરી અને બહુમાળી ભવન સામેના દરવાજાના ભાગ સુધીમાં પ્રારંભિક તબકકેથી પર્યાવરણ જાળવણી નિભાવણીના ભાગ‚પે આ વિસ્તારમાં જુદા જુદા પ્રકારના ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ કાર્યક્રમની સાથો સાથ આપણા જીવનમાં જીવનથી મૃત્યુ પરત એક યા બીજી રીતે ઉપયોગી ‘તુલસી’ ના રોપાનું આમ પ્રજાજનોમાં વિતરણ કરવામાં આવશે. તુલસી છોડનું દરેક ધર્મમમાં/ સંપ્રદાયમાં એક યા બીજી રીતે ઘણુ જ ધાર્મિક મહત્વ છે. વૈજ્ઞાનિક રીતે તુલસીના છોડમાં જે વાયુ મુકત થાય છે તે વાયુ ‘ઓઝોન અબ્રેલા’ના ‚પમાં રક્ષણાત્મક ઉપયોગી છે. સાથો સાથ અન્ય પ્લાન્ટસની સરખામણીએ મહતમ ઓકિસજન વાયુ બહાર કાઢી વાતાવરણને શુઘ્ધ કરે છે. આ ઉપરાંત તેનું આયુર્વેદિક મહત્વ એ છે કે છે તેમજ શરદી, ઉધરસ, કફ, વાયુ, ખાસી અને સંધીવા-માં ખુબ જ ઉપયોગી છે.

તેનું પ્રાકૃતિક ‚પ ખુબ જ નાનુ હોય આથી ઘર આંગણે તેનો સારી રીતે ઉછેર અને ઉપયોગ કરી શકાય છે સાથો સાથ એન્ટીબેકટેરિયલ અને અન્ટીવાયરલ હોવાથી વાતાવરણને શુઘ્ધ રાખે છે. જેમાં મેન્થોલ, સેન્ટેલાઈન જેવા અલ્કોલોઈડ મળી આવે છે.

તુલસીના છોડના ધાર્મિક, વૈક્ષાનિક તેમજ આર્યુવૈદિક મહત્વ અને વૈવિધ્યતા વગેરે ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આમ નગરજનો વિગેરેને ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગ‚પે ૧૧૧૧ રોપાઓનું વિતરણ કરવાનીની વ્યવસ્થા કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.