‘ચાલો આદર્શ બાળક-વિદ્યાર્થી બનીએ’  થીમ ઉપર નિધિ સ્કૂલનો વાર્ષિકોત્સવ

રાજકોટ નિધિ સ્કુલ દ્વારા ‘ચાલો આદર્શ બાળક-વિદ્યાર્થી બનીએ’ની થીમ પર વાર્ષિક ઉત્સવનું આયોજન હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતુ,. આ કાર્યક્રમનો હેતુ બાળકમાં આત્મવિશ્ર્વાસ વધે તથા સ્ટેજ ફીઅર દૂર થાય તે હેતુથી આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા થીમ ‘ચાલો આદર્શ બાળક-વિદ્યાર્થી બનીએ’ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતુ. તથા યોગાડાન્સ રજૂ કરી જીવનમાં યોગાનું મહત્વ પણ સમજાવ્યું હતુ તે સીવાય વિદ્યાર્થીઓએ અલગ અલગ ગીતો પર ડાન્સ રજૂ કર્યા હતા. દેશભકિતના ડાન્સ, આદિવાસી ડાન્સ તથા વેશભૂષા કાર્યક્રમ પણ યોજાયો હતો.

સમગ્ર કાર્યક્રમમાં ધોરણ કે.જી.થી ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તકે કોર્પોરેટર દુર્ગાબા જાડેજા તથા બ્રહ્માકુમારીઝ નયના દીદી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

યશપાલસિંહ ચુડાસમાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નિધિ સ્કુલ દ્વારા કે.જી.થી ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન તેમના પુરૂષાર્થને ચરિતાર્થ કરવા માટે તેમજ દરેક વિદ્યાર્થીને એક સ્ટેજ મળે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ‘ચાલો આદર્શ બાળખ અને વિદ્યાર્થી બનીએ’ ટાઈટલ અંતર્ગત વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કે.જી.થી ધો.૧૨ સુધીના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. આ વાર્ષિક ઉત્સવમાં બાળકને સ્ટેજ પૂરૂ પાડવામાં આવે છે. જેનાથી બાળક પોતાનામા રહેલો ડર દૂર કરી શકે છે. વાલીઓ જયારે પોતાના બાળકને સ્ટેજ પર રજૂઆત કરતા જોવે છે. ત્યારે બાળકમાં પણ આત્મવિશ્ર્વાસ વધે છે. અને સામે વાલીઓ પણ પોતાના બાળકમાં રહેલી ખૂબી જોઈ શકે છે. અમારી થીમ ‘ચાલો આદર્શ વિદ્યાર્થી, બાળક બનીયે’ પર એક નાટક રજુ કર્યું હતુ. તેમજ દેશભકિતના અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. ઉપરાંત યોગ પણ કર્યા હતા આ સ્ટેજ પરફોમરન્સથી બાળકનો આત્મવિશ્ર્વાસ ખીલે છે.જેમાં બાળક પોતાના ખૂલ્લા મનથી રજૂઆત પ્રસ્તુતી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.