વર્તમાન પરિસ્થિતિ યથાવત રહી તો જાતીય ભેદભાવોને નાબુદ કરવામં હજુ અઢીસો વર્ષ લાગી જશે
લૈંગિક અસામનતા માત્ર સામાજીક નહીં આર્થિક બાબતો સાથે પણ સંકળાયેલો મુદો
આજના 21મી સદીનાં આધુનિક યુગમા લોકોની રહેણીકહેણી જીવન જીવવાની પધ્ધતિતો બદલાઈ છે. પરંતુ વર્ષો જૂના અમૂક વિચારોમાં હજુ કોઈ ખાસ બદલાવ જોવા મળ્યો નથી. ભારતનાં હજુ ઘણા એવા ગામડાઓ છે જે રૂઢિચુસ્તતાથી ભરપૂર છે. જૂના પૂરાણા નિયમો જ સર્વસ્વ મનાય છે. એમાં પણ ચર્ચાસ્પદ મૂદો છે. જાતિભેદનો લૈગિક અસમાનતાનો આ પ્રશ્ર્ન ખૂબ જટીલ છે. સ્ત્રી-પુરૂષ, દીકરો-દીકરીમાં આજે પણ ભેદભાવ થતા જોવા મળે છે. આ પ્રશ્ર્ન માત્ર સમાજ કે કોઈ વર્ગની વિચારસરણી પૂરતો નથી. સામાજીકની સાથે સાથે આ મુદો આર્થિક બાબત સાથે પણ જોડાયેલો છે. જાતિય ભેદના કારણે દરેક દેશના અર્થતંત્રને મોટો ફટકો પડી રહ્યો છે. જાતિભેદએ ગત ત્રણ દાયકામાં વિશ્ર્વ આખાને 500 લાખ કરોડ રૂપીયાની નુકશાની કરાવી દીધી છે.
અર્થતંત્રને વેગ આપવામાં જેટલો ફાળો પુરૂષનો છે એટલો જ આજના સમયમાં સ્ત્રીઓનો પણ છે. પરંતુ પુરૂષપ્રધાન આપણા ભારતદેશમાં આર્થિક બાબતોમાં પુરૂષને જ મોટો અંકાય છે. સ્ત્રીઓ સાથે થતા આ ભેદભાવને કારણે વર્ષ 1990થી માંડી કોરોનાકાળના આ સમય સુધી વિશ્ર્વભરનાં દેશોને કુલ 70 ટ્રીલીયન ડોલરની હાનિ થઈ છે.
લેગિક અસમાનતા પર તાજેતરમાં એક અહેવાલ રજૂ થયો છે. જે અનુસાર, જાતિ ભેદભાવનો મુદો જે રીતે જટીલ બન્યો છે. તેને પૂરવા આગામી ઘણા દાયકાઓ નીકળી જશે જો વર્તમાનની સ્થિતિ મુજબ જ ચાલતું આવ્યું તો, સ્ત્રી-પુરૂષની સમાનતાનો આંકડો પૂરવા હજુ બીજા અઢીસો વર્ષ લાગી જશે. રીપોર્ટમાં જણાવાયું છે કે, સરેરાશ જોઈએ તો ઘણા દેશોમાં લેંગિક અસમાનતા ઘટી છે, અને વર્ષ 2025 સુધીમાં આનાથી જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ) 28 ટ્રીલીયન ડોલર વધી જશે. લૈગિક અસમાનતાની સાથે આવકની અસમાન વહેંચણી પણ ચિંતાજનક મુદો છે.
નોકરી કરવામાં સ્ત્રીની સ્વતંત્રતા પર કાપ, માત્ર ગૃહિણી જ બની રહેવાના દબાણ હેઠળ ઘણી મહિલાઓ આગળ આવી કાબેલ હોવા છતા પણ અર્થતંત્રમાં પોતાનો ફાળો આપી શકતી નથી. આનાથી પ્રોડકટીવીટી લોસ થાય છે. જેને અટકાવવા સૌ પ્રથમ જાતીય ભેદભાવ અટકવા જરૂરી છે.