વર્ષ ૨૦૧૪થી માંડી અત્યાર સુધીમાં મોદી સરકારના શાસનમાં રાજકારણીઓનો વાણીવિલાસ ૫૦૦% વધ્યો: ભાજપ નેતાઓ અવ્વલ નંબરે: છેલ્લા ચાર વર્ષમાં ૧૨૪ ઉશ્કેરણીજનક ભાષણો આપનાર ૪૪ રાજકારણીઓમાંથી ૩૪ રાજકારણીઓ ભાજપના
ચુંટણી સમયે રાજકારણીઓ લોકોના મત જીતવા મોટા-મોટા વાયદાઓ તો કરતા જ હોય છે પણ આ સાથે વિરોધ પાર્ટી પર આકરા પ્રહારો કરવાનું પણ ચુકતા નથી. વિરોધ પાર્ટીને બાનમાં લેતાની સાથે સમાજના ભાગલા પડે તેવા ભાષણો પણ આપી દે છે. મોદી રાજમાં વર્ગ વિગ્રહ કરાવતી રાજકારણીઓની ભાષાઓમાં છેલ્લા ચાર વર્ષમાં ૫૦૦%નો વધારો થયો છે એટલે કે રાજકારણીઓનો ૫૦૦% વધ્યો છે.
હાલ, એક દિવસ પણ એવો પસાર થતો નથી કે જેમાં કોઈ સાંસદ સભ્ય, ધારાસભ્ય, મંત્રીઓ કે મુખ્યમંત્રીઓએ અથવા વરીષ્ઠ રાજકારણીઓએ કર્યો ન હોય. રાજકારણીઓ જાણે ભાન ભુલી ગયા હોય તેમ ભાષણો આપતા હોવાના પણ ઘણા બનાવો સામે આવ્યા છે. વીઆઈપી હેટ સ્પીચ આપવી એ તો જાણે આપણા ભારત દેશની પરંપરા હોય તો આઝાદીકાળથી અત્યારસુધી પઘ્ધતિ ચાલી રહી છે એટલે જ તો છેલ્લા ચાર વર્ષમાં રાજકારણીઓની સમાજના ભાગલા પાડે તેવી ભાષાઓમાં ૫૦૦%નો વધારો થયો છે. જે ખરેખર રાજકારણીઓ માટે શરમજનક ગણાવી શકાય.
વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી કેન્દ્રમાં મોદી સરકારનું રાજ છે. મોદી રાજમાં રાજકારણીઓ પોતાના ભાષણ પ્રત્યે ભાન ભુલ્યા હોય તેમ વર્ગ વિગ્રહવાળી ભાષાઓ વધુ બોલાય છે. વર્ષ ૨૦૧૪માં મે માસથી માંડીને અત્યાર સુધીમાં વીઆઈપી હેટ સ્પીચના ૧૨૪ ઉદાહરણો શોધાયા છે કે જેમાં રાજકારણીઓએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા છે. જયારે યુપીએ સરકારમાં હેટસ્પીચના ૨૧ ઉદાહરણો નોંધાયા હતા.
વર્ષ ૨૦૧૪થી અત્યારના આંકડાઓ મુજબ આજ સમયગાળામાં ૪૪ રાજકારણીઓ એવા છે કે જેણે ૧૨૪ વાર ઉશ્કેરણીજનક અને તેમના હોદાને શોભે નહીં તેવા ભાષણો આપ્યા છે. તેમાં પણ ભાજપ પક્ષની વાત કરીએ તો આ ૧૨૪ ઉશ્કેરણીજનક ભાષણોમાંથી ૯૦% ભાષણ ભાજપના રાજકારણીઓ દ્વારા અપાયું હોવાનો એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. ૪૪ રાજકારણીઓમાંથી ૭૭% એટલે કે ૩૪ રાજકારણીઓ ભાજપના હોવાનું ખુલ્યું છે. જયારે અન્ય ૨૩% એટલે કે ૧૦ રાજકારણીઓમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,