રાજકોટ ડિવીઝનની ૨૦૦ સહિત રાજયભરમાંથી ૧૫૦૦ જેટલી એસ.ટી.બસો ભચાઉ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં દોડાવાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ભચાઉમાં પમ્પીંગ સ્ટેશનનું ઉદઘાટન અને જાહેરસભામાં જનમેદની એકઠી કરવા રાજકોટ સહિત રાજયભરના એસ.ટી.ડિવીઝનોમાંથી અંદાજીત ૧૫૦૦ જેટલી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરોના બુરે દિન હોવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે.

આગામી તા.૨૨ અને ૨૩ ના રોજ એસ.ટી.બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોને જે-તે ‚ટની બસ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સોમવારે ભુજમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં રાજકોટ ડીવીઝનની ૨૦૦ સહિત રાજયના જુદા-જુદા ડિવીઝન અને ડેપોમાંથી મોટી સંખ્યામાં એસ.ટી.બસો સરકારી કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે. સોમવારે વડાપ્રધાન ભચાઉમાં બનાવાયેલા નવા પમ્પીંગ સ્ટેશનનું ઉદઘાટન કરશે. સાથે સાથે વડાપ્રધાન સભા પણ સંબોધવાના હોય આ સંદર્ભે માનવમેદની એકઠી કરવા ગામેગામથી મફત એસ.ટી.બસો દોડાવવામાં આવશે. ૨૨મીએ ભુજ અને ૨૩મીએ સુરેન્દ્રનગરમાં પણ કૃષિ મેળામાં ઢગલાબંધ એસ.ટી.બસો ફાળવી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે એસ.ટી. વિભાગ દ્વારા રાજયભરની ૧૫૦૦ જેટલી એસ.ટી.બસો ઉદઘાટન પ્રસંગમાં ફાળવી દેવાતા મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે. રાજયભરના તમામ ડેપોમાંથી મોટાપ્રમાણમાં મુસાફરોને જે-તે ‚ટની બસ મેળવવામાં હાલાકી ભોગવવી પડશે. એકબાજુ વેકેશન સમયે મોટાભાગની એસ.ટી.બસોમાં ચીકકાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે ત્યારે બીજીબાજુ સરકારી કાર્યક્રમોમાં ઢગલાબંધ બસો મફત દોડાવાતા એસ.ટી.નિગમની આવકમાં પણ ગાબડુ પડશે.

 રાજયના તમામ એસ.ટી. ડિવીઝનમાં મોટી સંખ્યામાં બસો ફાળવી દેવાતા મુસાફરો ખાનગી વાહનોના સહારે: વેકેશન ટાંકણે સરકારી કાર્યક્રમમાં બસો લઈ જવાતા એસ.ટી.ની આવકમાં ગાબડું

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.