ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળનું આયોજન: સમાજના આગેવાનો અબતકની મુલાકાતે
ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ છેલ્લા આઠ વર્ષથી ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરી રહ્યું છે. ત્યારે ફરી આ વર્ષે તા. ૧૬-૭ ને રવિવારના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ જયુબેલી ખાતે શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ધોરણ ૮ થી સ્નાતક સુધીના ૫૦ ટકાથી વધારે ટકાવારી ધરાવતા ભરવાડ સમાજના વિઘાર્થીઓને રવિવારે અરવિંદભાઇ મણીયાર હોલમાં બપોરે ૨.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં સન્માનીત કરવામાં આવશે. આ વર્ષે સન્માન સમારોહમાં ૫૦ ટકાથી વધારે ટકાવારી
ધરાવતા ૫૦૦ થી વધારે વિઘાર્થીની માર્કશીટ આવી છે. આ તમામને સન્માન સમારોહમાં શિલ્ડ, જનરલ નોલેજબુક, ચોપડા, બોલપેન અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાશે. જયારે દરેક ધોરણના પ્રથમ ત્રણ વિઘાર્થીને ચોપડા, બોલપેન, પ્રમાણપત્ર ઉપરાંત સ્કુલ બેગ અને શીલ્ડ આપવામાં આવશે. આ શૈક્ષણિક સન્માન સમારોહનું સતત નવામાં વર્ષે ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળના મોમભાઇ મુંધવા, માધવભાઇ ગમારા, મનીષભાઇ જાદવ, નવઘણભાઇ બાંભવા, વાલજીભાઇ જાપડા, વિરમભાઇ બાંભવા અને મુકેશભાઇ મુંધવા આયોજન કરી રહ્યા છે. સન્માન સમારોહમાં ભરવાડ સમાજનાં લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આયોજક કમીટીએ અપીલ કરી છે. જેથી વિઘાર્થીઓને પ્રોત્સાહન મળીરહે.જયારે સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બંછાનીધી પાની (મ્યુનિ. કમિશનર, રાજકોટ) મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, નલીનભાઇ ઝવેરી (આત્મીય કોલેજ ટ્રસ્ટીશ્રી, રાજકોટ) વિનુભાઇ ટોળીયા (નિ.પોલીસ અધિક્ષકશ્રીસ ગાંધીનગર) વિરમભાઇ વકાતર (નિ. કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ રાજકોટ) હાજર રહેશે. તેમજ અતિથિ વિશેષમાં રક્ષાબેન બોળીયા, અનીલભાઇ રાઠોડ, રાજેશભાઇ કાનમીયા, દિનેશભાઇ ટોળીયા, રૈયાભાઇ બાંભવા, જીતેશભાઇ મકવાણા, ગીરીશભાઇ સરૈયા, ભરતભાઇ મકવાણા, પ્રફુલભાઇ ટોળીયા, મોહનભાઇ સિંધવ, નાથાભાઇ ટોળીયા, બાબુભાઇ ચાવડીયા, રેવાભાઇ ગમારા, જીતુભાઇ કાટોડીયા, રુડાભાઇ વેહરા,કરણાભાઇ માલધારી, રણજીતભાઇ મુંધવા, બાબુભાઇ માટીયા, લાલજીભાઇ ખાટરીયા, લીંબાભાઇ ડાભી, પોપટભાઇ ગમારા હાજરરહેશે.