૧૯૫૦ અને ૧૯૬૬માં આલ્પ્સમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ થયા હતા
યુરોપના આલ્પ્સ પર્વત ઉપરથ ૫૦ વર્ષ પૂરાના ભારતીય નાગરીકોના મૃતદેહો મળ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૫૦ વર્ષ પહેલા એર ઈન્ડીયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતુ આલ્પ્સની પર્વત માળામાં ઘટેલી ગોઝારી દૂર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય મુસાફરોના આ મૃતદેહો હોવાનું માનવામાં આવે છે.
જાન્યુઆરી ૧૯૬૬માં એર ઈન્ડીયાનું બોઈંગ ૭૦૭ મુંબઈથી ન્યુયોર્ક જઈ રહ્યું હતુ ત્યારે આલ્પ્સનો પર્વત મોન્ટ બ્લાન્કના શિખર પર તૂટી પડયું હતુ જેમાં ૧૧૭ મુસાફરો માર્યા ગયા અને મોટાભાગના હતભાગી મુસાફરો ભારતીય હતા. આ પહેલા અન્ય એક પ્લેન ક્રેશ આલ્પ્સની પર્વતમાળામાં ૧૯૫૦માં થયું હતુ જેમાં ૪૮ લોકો માર્યા ગયા હતા એર ઈન્ડીયાની આ ફલાઈટમાં માર્યા ગયેલા મોટાભાગના પેસેન્જર ભારતીય હતા.
માનવામાં આવે છે. કે નજીક નજીકમાં મળેલા બંને મૃતદેહો મહિલાના છે. અને તેઓ બોઈંગ ૭૦૭માં મુસાફરી કરી રહ્યા હતા. આ સિવાય ૪ એન્જિન પણ મળી આવ્યા છે. જે લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૧૦ દિવસ પહેલા સ્વિસ આલ્પ્સમાં બે મૃતદેહો મળી આવ્યા હતા. જે બરફ નીચે દટાયેલા હતા. તેમના ડીએનએ પરથી માલુમ પડયું છે. કે આ શબ માર્સેલીન અને ફેન્સીન નામના યુગલના હતા.