અબતક, રાજકોટ
શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયે 50 ટકાથી વધુ સમય બિનઉપયોગી રીતે વેડફાઈ ગયો હતો વિપક્ષના 12 સાંસદોને પ્રથમ દિવસે જ બરતરફ કરવા ને લઈને થયેલા હંગામાની સીધી અસર રાજ્યસભાની કામગીરીમાં પડી હતી અને પ્રથમ અઠવાડિયા નું માત્ર 47.7 ટકા જેટલું જ કાર્ય થવા પામ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર એ સત્તાનાં સૂત્રો સંભાળ્યા ની સાથે જ સંસદની કામગીરી નિર્વિઘ્ને પસાર થાય તેવી રણનીતિ અખત્યાર કરી હતી અને લોકસભા રાજ્યસભા મ કામગીરી સો ટકા થાય કોઈ વિઘ્ન ન આવે તે માટે એક ખાસ પ્રકારની રણનીતિ અખત્યાર કરી છે સંસદ સત્ર શરૂ થાય તે પહેલા શાસક અને વિપક્ષ વચ્ચે બેઠકોનો દોર અને સંસદના પ્રશ્નોતરી કાળ માં વિપક્ષ અને પૂરો સહયોગ આપવાની સરકારની તૈયારી થી સંસદની કાર્યવાહીમાં ખુબ જ ફળશ્રુતિ મળવા લાગી છે ત્યારે ગુરુવાર અને શુક્રવાર માં ભારે ધમાલ મચી જવા પામી હતી શુક્રવારે પરિસ્થિતિ સુધરી હતી અને ગ્રહમાં ખાનગી સભ્યો ની કામગીરી અઢી કલાક ચાલી હતી બે વર્ષમાં 66 ડિસ્કો માં રાજ્ય સભા એ ખાનગી સભ્યો ની કામગીરી સારી રીતે બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો ગયા અઠવાડિયે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષ મંત્રીઓ અને તમામ સાથે બેઠક કરીને વિપક્ષના 12 સભ્યોના સસ્પેન્શન અંગે ચર્ચા કરી હતી પ્રથમ અઠવાડિયામાં જ ભારે ધમાલના કારણે રાજ્ય સભા નો અડધોઅડધ સમય વેડફાઇ ગયો હતો.