વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી ખ્યાતનામ કંપની જે.કે. સ્ટાર, બે સગાં ભાઈઓ શૈલેષભાઈ લૂખી અને નંદેશભાઈ લૂખી દ્વારા છેલ્લા 30 વર્ષથી ચલાવવામાં આવે છે. ગારીયાધારની બાજુમાં આવેલ નવાગામ આ માનવતાપ્રેમી ભાઈઓનું મૂળ વતન છે. હાલમાં આ અત્યંત દયાળુ પરિવાર મુંબઈમાં વસવાટ કરે છે.સમગ્ર સુરતને ’ગ્રીન સિટી’ બનાવવા અને સુરતની ખરાં અર્થમાં સુરત બદલી નાંખવા માટે તેમણે માતબર રકમનું અનુદાન અત્યંત વિનમ્ર ભાવે અને કર્તવ્ય પાલનનાં ભાગ રૂપે ઘોષિત કર્યું છે.
50,000 થી પણ વધારે વૃક્ષો વાવી અને તેના ત્રણ વર્ષ સુધીનાં સુવ્યવસ્થિત ઉછેરનું સત્કાર્ય તેઓ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ)ને સેવાભાવ થી સોંપવામાં આવ્યું છે. 25 ટ્રેક્ટર અને 25 ટેન્કર તેમજ 100 માણસોનો પગારદાર સ્ટાફ ત્રણ વર્ષ સુધી સુરતમાં રોકાઈને આ ભગીરથ કાર્ય પૂર્ણ કરશે. સુરત શહેરમાં તથા આસપાસનાં જુદા-જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવશે.
સુરતમાં વાવવામાં આવતા વૃક્ષો તેમજ તેની જાળવણી અને ઉછેરની સંપૂર્ણ જવાબદારી ખ્યાતનામ કંપની જે.કે. સ્ટારનાંબે સગાં ભાઈઓ શૈલેષભાઈ લૂખી અને નંદેશભાઈ લૂખીઉપાડશે.
શૈલેષભાઈ લૂખી અને નંદેશભાઈ લૂખી(જે.કે. સ્ટાર)દ્વારાદેશીકુળના વૃક્ષોથી સુરતને જોડતા હાઈવે,શહેરનાં મુખ્ય માર્ગો હરીયાળા બનાવવામાં આવશે..જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વિવિધ કેમ્પસમાં અને સુરતનાં અન્ય અનેક જાહેર સ્થળોએ ગાઢ જંગલો નિર્માણ પામશે.વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કરવામાં આવશે.વૃક્ષો વાવવા સહેલા છે પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે શૈલેષભાઈ લૂખી(જે.કે. સ્ટાર)દ્વારા સુરતમાં 10 ફૂટનાં વૃક્ષોના વાવેતર સાથે તેને 8 ફૂટનાં પિંજરાથી(ગ્રીન મેટ સાથેનાં) રક્ષણ આપવામાં આવશે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા આ તમામ(અંદાજે 50,000થી વધુ) વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવશે. સુરત બાદ સમગ્ર ગુજરાતને ’ગ્રીન સ્ટેટ’ બનાવવાનું પણ મહત્વાકાંક્ષી સ્વપ્ન છે.
એક સમયે લગભગ વૃક્ષોથી રળીયામણાં હતા, પરંતુ ફોરટ્રેક અને સિક્સટ્રેક થતાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. તેથી ફરીને આ હાઈ-વે,રસ્તાઓ હરીયાળા કરવાનું અભિયાન સ્વૈચ્છિક રીતે, માત્ર પર્યાવરણની સેવાની ભાવનાથી હાથ ઘરવામાં આવ્યું હોવાનું આ અભિયાનનાં સુત્રધાર શૈલેષભાઈ લૂખી(જે.કે. સ્ટાર)એ જણાવ્યું છે.
8 ફૂટનાં લોખંડના પીંજરા સાથે 10ફૂટનાં વૃક્ષોનું સલામત રીતે સુરતમાં આરોપણ કરવામાં આવ્યા બાદ સતત ત્રણ વર્ષ ટેન્કરથી તેને પાણી પીવડાવવામાં આવશે. કોઈ કારણથી રોપાને નુકસાન થયું હોય તેની જગ્યાએ બીજા રોપાનું વાવેતર કાર્યકરો કરી આપશે.સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્થળોએ પચાસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.સુરત તથા આસપાસ નાં ગ્રામ્ય વિસ્તારોમાં એક સમયે જ્યાં ગાંડા બાવળ ઉભા હતા, ત્યાં ભવિષ્યમાં હરીયાળા વૃક્ષો કતારબંધ જોવા મળશે.
તેથી વૃક્ષારોપણ કરીને ઓક્સિજનનું સ્તર વધારવા નાગરિકોને સજાગ કરવાની તાતી જરૂરિયાત છે તેવી ભાવના આ મહાઅભિયાનનાં પર્યાવરણ પ્રેમી પ્રણેતા,વતન પ્રેમી સુત્રધાર ઉદ્યોગઋષિ શૈલેષભાઈ લૂખી(જે.કે. સ્ટાર)એ વ્યકત કરી છે.