મુલ મણિપુરનાં અને શહેરમાં છેલ્લા ૨૮ વર્ષથી માર્શલ આર્ટસની તાલિમ આપતા આ ટ્રેનરે પોલીસ કમિશનર ગહેલોત સહિતના પોલીસ ઓફીસરોને પણ કર્યા છે તૈયાર
પોતાની જાતને બચાવવાની કળા એટલે ‘સ્વરક્ષણ’ લોકોને સ્વરક્ષણની જ‚ર પહેલાના સમયમાં પણ પડતી હતી અને આજનાં સમયમાં પણ પડે જ છે. દુ:ખની વાતતો એ છે કે ભારત સ્વરક્ષણની તાલીમમાં ચીન જેટલુ જાગૃત નથી પરંતુ ભારતમાં ઘણા વ્યકિતઓનાં પ્રતાપે સ્વરક્ષણ દિવસે ને દિવસે આગળ ધપતુ જાય છે. તેમાનાં જ એક વ્યકિત એટલે મુળ મણિપુરનાં અને હાલ રાજકોટમાં છેલ્લા ૨૮ વર્ષથી માર્શલ આર્ટસની ટ્રેનીંગ આપતા બાસુજીતસિંઘ છે. ‘અબતક’ દ્વારા બાસુજીત સિંઘની માર્શલ આર્ટસ સાથેની સફળ યાત્રા વિશે જાણવાનો પ્રયત્ન કરાયો છે.
બાસુજીત સિંઘે જણાવ્યુંં હતુ કે તેઓ મણીપુરથી રાજકોટ ગ્રેજયુએન માટે ૧૯૮૯માં આવ્યા હતા ત્યારથી તેઓ રાજકોટનાં રહેવાસી બની ગયા હતા રાજકોટ આવ્યા ત્યારે તેમની પાસે માર્શલ આર્ટસનું સંપૂર્ણ જ્ઞાન હતુ તેથી તેઓએ માર્શલ આર્ટસનાં કોચીંગ કલાસ શ‚ કર્યા હતા. તે સમયે બાસુજીત સિંઘ સૌરાષ્ટ્રનાં એક માત્ર એવા વ્યકિત હતા જેને ટેકવેન્ડો માર્શલ આર્ટસનું જ્ઞાન હતુ તેઓએ અત્યાર સુધીમાં ૫૦ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને માર્શલ આર્ટસની તાલીમ આપી છે.તેઓએ માત્ર સામાન્ય નાગરીકોને જ નહિ પરંતુ ઘણા પોલીસ ઓફીસરોને પણ તાલિમ આપી છે. જેમાના એક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડ ખાતે સ્ત્રીઓ માટે ‘પડકાર’ નામના સેલ્ફ ડિફેન્સ ફ્રી ટ્રાયલ કેમ્પ’નું આયોજન કર્યું હતુ કેમ્પમાં ટ્રેનરની જવાબદારી બાસુજીત સિંઘને સોંપવામાં આવી હતી. કેમ્પનાં ૭ દિવસ દરમ્યાન બાસુજીત સિંઘે ૪૮ હજાર જેટલી બહેનોને માર્શલ આર્ટસની તાલિમ આપી હતી તેમણે આ જ કેમ્પનું કલોઝીંગ અમદાવાદ ખાતે કર્યુ હતુ.
હાલમાં છેલ્લા ૭ વર્ષથી બાસુજીત સિંઘ આરકેસી સ્કુલમાં સોશિયલ સાયન્સના કલાસ અને માર્શલ આર્ટસની તાલિમ આપી રહ્યા છે. તેઓ જુડો, ટેકવેન્ડો અને સ્વોર્ડ ફાઈટ પણ શીખવે છે. અત્યારે તેઓ ૨૫૦ વિદ્યાર્થીઓને આ કળા શીખવી રહ્યા છે.
બાસુજીત સિંઘના પુત્ર કલેટન પણ માર્શલ આર્ટસમાં માહિર છે. તેને અત્યાર સુધીમાં નેશનલ લેવલની આઈપીએસસી સ્પર્ધાઓમાં ૩ ગોલ્ડ મેડલો મેળવ્યા છે. માર્શલ આર્ટસની કળાતો તેના પીતાએ આપી છે. આ ઉપરાંત પણ કલેટન એક કળા ધરાવે છે. તે ખુબ ઉંચી એવી ઈમારત પર સપોર્ટ વગર યોગ્ય ગ્રીપની મદદથી ચડી જાય છે અને ત્યાંથી જમ્પ પણ કરી શકે છે.
અંતમાં બાસુજીત સિંઘે જણાવ્યું હતુ કે તેઓ વુમન એમ્પાયરમેન્ટ માટે કાર્યરત છે. અને ભવિષ્યમાં આ અંગે વધુ કાર્ય કરવા ઈચ્છે છે તેઓ સ્ત્રીઓ માટે સ્વરક્ષણનાં તાલીમ કેમ્પનું પણ નિ:શુલ્ક આયોજન કરે છે. સ્ત્રીઓ જાતે જ પોતાનું રક્ષણ કરે અથવાતો મુશ્કેલીના સમયમાં પોલીસ અથવાતો ભીડ વાળી જગ્યા સુધી પહોચી શકે તે હેતુથી તેઓ આ કેમ્પનું આયોજન કરે છે.