ચૂંટણી કમિશનર નરેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

દીવની જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકો અને ડ્રો સાથેની અનામત બેઠકો નક્કી કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.  કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર  નરેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને આ સમયગાળા દરમિયાન રોટેશન પ્રક્રિયા ના  આધારે મહિલાઓ માટે અનામત બેઠકોની પસંદગી કરવામાં આવી હતી.  આ પ્રસંગે ચૂંટણી કમિશનર ઉપરાંત દીવ જિલ્લા કલેકટર સલોની રાય, નાયબ કલેક્ટર, , જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી, લોક પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમામ રાજકીય પક્ષો અને સભ્યોની હાજરીમાં રોટેશન  પ્રક્રિયાના આધારે, જિલ્લા પંચાયતની ૦૮ બેઠકોમાં ૫૦ ટકા એટલે કે ૪ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી.  તેવી જ રીતે દીવની ૪૨ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ૫૦ ટકાથી વધુ એટલે કે ૨૩ સીટો આ  વખતે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.  આ બેઠકોમાંથી વણકબારા અને જોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચની બેઠકો મહિલાઓ માટે છે, જ્યારે સાઉદવાડી અને બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચની બેઠકો બિનઅનામત જાહેર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.