મચ્ચાં-કોથમીરના રૂ.૮૦: ગુવાર-ટમેટાં-બટેટાના ભાવ પણ આસમાને

રાજયમાં છેલ્લા બે દિવસથી મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે શ્રીકાર વરસાદથી વાહન વ્યવહાર ઓરવાતા માલ પરિવહનને મોટી અસર થવા પામી છે. રાજકોટ શાકભાજી યાર્ડમાં શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. તમામ શાકભાજીની આવકમાં પ૦%નો ઘટાડો નોંધાયો છે. આવક ઘટતા ભાવ આસમાને ગયા છે અને ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું છે.

રાજયમાં સાર્વત્રિક વરસાદ તો અનેક ગામોમાં જળબંબાકારની પરિસ્થિતીએ માર્ગો પાણી-પાણી થયા છે જેના લીધે વાહન વ્હવહાર ખોરવાયો છે. માલ પરિવહન અટકતાં ખેડૂતો પોતાનો માલ રાજકોટ શાકભાજી યાર્ડમાં ઠાલવી શકયાં નથી. રાજયમાં મેઘાડંબરથી શાકભાજીની આવકમાં ૫૦% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આવકમાં ઘટાડો થતા ભાવ પણ આસમાને ગયાં છે. જેથી ગૃહિણીઓ મોંઘાભાવની શાકભાજી ખરીદવા મજબૂર બની છે. છૂટક માર્કેટમાં મરચાં-કોથમીરના ભાવ પ્રતિકિલો રૂ.૫૦થી ૮૦, બટેટાં ૨૫થી ૩૫, રીંગણા- ગુવાર ૫૦થી ૬૦, ટમેટાં ૩૦થી ૪૦, દુધી ૩૦થી ૪૦, તુરીયાં ૪૦થી ૫૦, કોબીજ ૧૨થી ૧૫ તેમજ દેશી આદુ ૫૦થી ૭૦ ભાવે વેચાઇ રહ્યુ છે. હાલ ડુંગળીના ભાવ રૂ.૨૦થી ૩૦જે આગામી દિવસોમાં વધવાની પુરેપુરી શકયતા છે.આવક ઘટતાં તમામ શાકભાજી ના ભાવ બમણાથી વધુ થયાં છે અને ગુહિણીઓના બજેટમાં મોટી અસર જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.