મહિલાઓના ગર્ભધારણમાં થતી મુશ્કેલીઓનું કારણ પુરૂષોના વ્યસન, કૂટેવો, લાઇફ સ્ટાઇલ અને સ્વાસ્થ્ય પણ જવાબદાર
સંતાન પ્રાપ્તી દરેક દંપતિ અને પરિવારની સંવેદના સાથે જોડાયેલું છે. ત્યારે ઘણી વખત ગર્ભધારણ ન કરી શકતા પરિવારજનો દ્વારા સ્ત્રીને જ સંભાળાવવામાં તેમજ દબાણ કરવામાં આવતું હોય છે. ગર્ભધારણ ન થવાનું મુખ્ય કારણ ઇન્ફર્ટીલીટી હોય છે. WHO ના રિપોર્ટ મુજબ ચોકાવનારો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું કે ભારતમાં નોંધતા ઇન્ફર્ટીલીટી કેસોમાં ૫૦ ટકા કેસો પુરૂષોની ખામીને કારણે થયા હોય છે. પરંતુ તેનો સામનો મહિલાઓએ કરવો પડતો હોય છે.
૩૬ વર્ષીય શીપ્રાસિંહને ઇન્ફટીલીટીને કારણે સાસરીયા પક્ષમાંથી ગેરવ્યવહાર કરવામાં આવતો હતો. સંતાન પ્રાપ્તી માટે તેને ઢગલાબંધ આયુર્વેદીક કેન્દ્રોમાં મોકલવામાં આવી પરંતુ કોઇ ફેરફાર જોવા ન મળ્યો. ત્યારબાદ તેઓ ગાયનેકોલોજીસ્ટ પાસે ગયા અને કેટલાક ટેસ્ટ કરાવ્યા. બાદ સામે આવ્યું કે ગર્ભધારણ ન થવાનું કારણ તેના પતિની ખામીછે. એઇમ્સના રિપોર્ટ મુજબ દર વર્ષે ઇન્ફટીલીટીના ૧.૮ કરોડ કેસો ભારતમાં નોંધાય છે.
જેમાં સામે આવ્યું કે ત્રણ દશકા પહેલા સામાન્ય પુરૂષોનું સ્પર્મ કાઉન્ટ આશરે ૬૦ મીલીયલ- મીલી રહેતું જે હવે ઘટીને ર૦ મીલીયન-મીલી જેટલું થઇ ચુકયું છે. ઇન્ફર્ટીલીટી એકસપર્ટ ડો. જયોતિ બાલીએ કહ્યું કે ૨૯ થી ૩૫ વર્ષની વયના ફર્ટીલીટી કેસોમાં ગર્ભધારણમાં મુશ્કેલી પડવાનું પ્રાથમીક કારણ પુરૂષોની નબળાઇ હોય છે જો કે આ સત્યને પુરૂષો પચાવી શકતા નથી.
પુરૂષોની ઇન્ફર્ટીલીટીનું કારણ અસ્વસ્થ લાસફ સ્ટાઇલ, શારીરિક પ્રવૃતિની કમી, નોકરીનું ટેન્શન, પ્રદુષણ, વ્યસન અને ખોરાક લેવામાં બેદરકારીમાં મુશ્કેલી પડતી હોય છે. ધુમ્રપાન , શરાબ જેવા વ્યસનોને કારણે પુરૂષોમાં સ્પર્મની ગુણવતા ઘટી જાય છે. જેને કારણેસંભોગ વખતે જ ખામી રહે છે. જો કે વર્તમાન સમયમાં મેડીકલ સાયન્સ એટલું એડવાન્સ બની ચૂકયું છે કે સ્પર્મ ઇન્જેકશન શકય છે જો કે દર વખતે આ ફોમ્યુલા કામ લાગે તેવું જરૂરી નથી