ખેડૂતો ૧૫ ઓગષ્ટ સુધીમાં લાભ લઈ શકશે
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન યોજના સહાય અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૩૦ ટકા અથવા ૩૦ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે.
જ્યારે કિસાન પરિવહન યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એમ્પેનલ્ડ કરેલ મીડિયમ સાઇઝના ગુડઝ કેરેજ વાહન ચાર પૈડાવાળા અને ૬૦૦ કિલોગ્રામથી ૧૫૦૦ કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના, સીમાંત, મહિલા, અનુસુચિત જાતી જનજાતીના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫ ટકા અથવા ૭૫૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે મળશે. જયારે સામાન્ય ખેડુતોને કુલ ખર્ચના ૨૫ ટકા અથવા ૫૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ યોજના ની શરતોને આધીન સહાય આપવામાં આવશે.
આ બન્ને યોજનાઓની ઓનલાઇન અરજી દરેક ગ્રામ્ય પંચાયત કક્ષાની સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે. ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી, સહી કરી જરૂરી સાધનિક કાગળો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી ખેતીને પહોંચાડવાની રહેશે.આ યોજનાનો લાભ લેવા અને સમય મર્યાદામાં તા.૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરી સંબંધિત કચેરીને પહોંચાડવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.