તબીબોની માંગ વધતા એમબીબીએસની સિટ 1 લાખને પાર પહોંચશે
ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ત્રણ નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી છે. દેશમાં નવી 50 મેડિકલ કોલેજોને મંજૂરી આપવમાં આવી છે. જેમાં 30 સરકારી મેડિકલ અને 20 ખાનગી મેડિકલ કોલેજોને મંજૂરી મળી છે. તેમજ આ વર્ષે મેડિકલની સીટો પણ વધારવામાં આવી છે. આ વર્ષે મેડિકલમાં કુલ 8195 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે મેડિકલ કોલેજમાં સીટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે મેડિકલની 8195 સીટો વધારવામાં આવી છે. તેની સાથે ભારતમાં મેડિકલ સીટોની સંખ્યા હવે 1.07 લાખઅન્ડર ગ્રેજ્યુએટમાં થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 50 જેટલી નવી મેડિકલ કોલેજ મંજૂર કરાઈ છે. જેમાં 30 સરકારી અને 20 ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ છે. આ વર્ષે 8195 જેટલી બેઠકોનો વધારો થશે. ખાસ કરીને ગુજરાતને ત્રણ નવી મેડિકલ કોલેજ મળી છે. જેમાં સ્વામીનારાણ ઈન્સ્ટી. મેડિકલ સાયન્સ, ગાંધીનગરની અનન્યા કોલેજ ઓફ મેડિકલ રિસર્ચ તથા અમદાવાદની સાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે.
આ નવી 50 મેડિકલ કોલેજના પગલે દેશભરમાં કુલ 8195 બેઠકો મેડિકલમાં વધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે મેડિકલ કોલેજમાં બેઠકો વધારવા પ્રયાસો શરૂ કર્યા ત્યારે 1200 બેઠકો હતી. આજે ગુજરાતમાં એમબીબીએસમા 6000 અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 2000 મળી 8000 બેઠકો છે. દર વર્ષે બેઠકોમાં વધારો પણ કરતા જઈએ છીએ.